________________
સ્થિર કરે. આમ નેત્ર વડે સૂક્ષ્મ અવલોકન વડે ચક્ષ-ઇન્દ્રિયની પતા વધશે અને ધીમે-ધીમે તેની કાર્યક્ષમતા પણ વધશે.
હવે શ્રોત્રેન્દ્રિય કે કાનની કાર્યપદ્યુતા વધારવી હોય તો આંખે બંધ કરીને એકાગ્રતાપૂર્વક ત્યાંના વાતાવરણમાં ગાજતા જુદા જુદા ધ્વનિઓનું વિશ્લેષણ કે વર્ગીકરણ કરે. દા. ત. આ રેડિયોને અવાજ છે, આ મોટરને ઘોંઘાટ છે. આ પક્ષીઓને લરવ છે; આ માણસોને કોલાહલ છે. આમ કરવાથી સ્મૃતિનો પ્રવાહ શ્રોત્રેન્દ્રિયની શક્તિ તરફ વળશે અને કર્ણેન્દ્રિય વધારે સૂક્ષ્મ થશે અને શીધ્ર ગ્રહણની કાર્યક્ષમતા પણ વધશે.
આમ રૂપના સૂક્ષ્મ નિરીક્ષણ અને વિશ્લેષણથી ચક્ષુ-ઈન્દ્રિય તીવ્ર બને છે અને ધ્વનિનાં મોજાઓ અને અવાજેને સૂક્ષ્મ રીતે પકડવાથી શ્રોત્રેઈન્દ્રિયની શક્તિનો વિકાસ થાય છે. બન્નેની કુશળતાથી સ્મૃતિ ખીલે છે. તેમજ ચિરસ્થાયી બને છે.
એવી જ રીતે સ્પર્શેન્દ્રિય કે રસનેન્દ્રિયની શક્તિને વિકાસ તેના જુદા જુદા વિષયોને ગ્રહણ કરીને અને સૂક્ષ્મ રીતે વિશ્લેષણ કરીને એટલે કે એક બીજાથી પૃથફ કરીને ભેજામાં તેની સ્મૃતિ સ્થિર કરવાથી થઈ શકે છે. ૫ ઈદ્રિના ૨૩ વિષયોને આધારે વિશ્લેષણઃ
ઈન્દ્રિયની કાર્યક્ષમતા વધારવા માટે પહેલાં તે તે ઈન્દ્રિયના વિષયને આધારે વિશ્લેષણ કે વર્ગીકરણ કરવું ઉપર જરૂરી બતાવ્યું છે. તે ૫ ઇન્દ્રિોના ૨૩ વિષયો જૈનદર્શનમાં બતાવવામાં આવ્યા છે – શ્રોત્રેન્દ્રિયના ૩ વિષય : જીવ શબ્દ, અજીવ શબ્દ અને મિશ્ર શબ્દ. (૨) ચક્ષુ ઈન્દ્રિયના ૫ વિષય : કાળું, લીલું, રાતું, પીળું અને ધળું, (૩) રસનેન્દ્રિયના ૫ વિષય: તીખું, કડવું, કસાયેલું, ખાટું અને ગળ્યું. (૪) ધ્રાણેન્દ્રિયના બે વિષય : સુરભિગંધ અને દુરભિગંધ. (૫) સ્પર્શેન્દ્રિયના ૮ વિષય :–હળવું, ભારે, ઠંડું, ઊનું, લૂખું, ચીકણું, ખરબચડું (કઠોર) અને કોમળ. આમ વિષયોનું વિશ્લેષણ કરવાથી પાંચે ઈન્દ્રિયોની કાર્યપદુતા વધશે.
આમ કાર્યક્ષમ અને ગ્રહણુપ બનેલી ઈન્દ્રિયો જ અવગ્રહ સારી પેઠે કરી શકે અને સ્મૃતિ વિકાસના માર્ગમાં બહુ મદદગાર થઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com