________________
૬૭
તરત અને સારી રીતે યાદ રહી જાય છે. કારણકે એવા લોકો હંમેશા દરેક પ્રસંગનું માનસમાં ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે તેથી તે વસ્તુ તેમને યાદ રહી જાય છે. એટલા માટે જ હાલેંડમાં ઇતિહાસ ફિલમ કે ચિત્રો બતાડીને તેમ જ ભૂગોળ ભ્રમણ કરાવીને દેખાડે છે. કેટલાક લોકોને કોઈ ચીજ મેઢેથી ગોખવા કરતાં તેમની કર્ણગતશક્તિ વધારે પ્રખર હાઈ સાંભળીને યાદ રહી જાય છે. તેમનો કલ્પનાગત વહેણ મૃતગત હોય છે. તેમને દશ વખત વાંચવા કરતાં એક વખત સાંભળવાથી તે વસ્તુ યાદ રહી જાય છે અને સ્મૃતિના ખાનામાં સ્થિર થઈ જાય છે. તદ્દન અભણ માણસને જ્યારે સંગીત, ભજન કે દોહરાઓ ગાતા સાંભળીએ છીએ ત્યારે એમ ચોક્કસ સમજાઈ જાય છે કે તેમની શ્રોતગત શક્તિ વધારે પ્રબળ છે, તેના કારણે જ કેટલાયે ગ્રંથોના અવતરણ તેઓ કડકડાટ બોલી જાય છે. ઈદ્રિયેની કાર્યક્ષમતા : - જેમને સ્મૃતિ-વિકાસ કરવા છે તેમણે પિતાની બન્ને પ્રકારની શક્તિઓને તપાસવી જોઈએ અને બન્નેનો પ્રયોગ કરીને નિર્ણય કરવા જોઈએ કે તેમની આંખની શક્તિ પ્રબળ છે કે કાનની ? આ માટે એક પ્રયોગ કરવા જેવો છે. દશ ચિત્ર લેવાં તે એકી સાથે દેખાડવા અને સાથે જ તેમનાં નામે બોલવાં. જે તે વખતે મૃત્તિનું વહેણ કણબત હશે તે વસ્તુ કે ચિત્રો કરતાં શબ્દોને ઝડપથી ગ્રહણ કરવામાં આવશે. પણ જે તે ચક્ષુગત હશે તો તે શબ્દો કરતાં ચિત્રોને વધારે ઝડપથી ગ્રહણ કરવામાં આવશે. આમ પિતાની કઈ ઈન્દ્રિય વધારે પ્રબળ છે તેને નિર્ણય જાતે કરી તે પ્રમાણે ઇન્દ્રિયોને વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ.
કઈ બગીચામાં કે શાંત સ્થળે ચાલ્યા જાવ ! ત્યાં ટટાર બેસીને અગર તે ટટાર ઊભા થઈને નજર સામે આવતી દરેક વસ્તુ ઉપર નજર ફેરવે. એકવાર તે બધી વસ્તુઓ નજર આગળ આવી જશે. હવે બારીકાઈથી દરેક વસ્તુનું નિરીક્ષણ કરો. દરેક વસ્તુનું વિલેપણ કરીને જુઓ કે કઈ વસ્તુ કોનાથી ભિન્ન છે? એ બધાની ભિન્નતા મગજમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com