________________
૬૫
મદદ આવતી હોય છે. જેમકે પગમાં કાંટો વાગ્યો હોય તે તેને કાઢવા માટે હાથ વગેરે અન્ય ઈ િમદદ આપે છે. આંખ તે સ્થાનને જુએ છે, કાન તેને અવાજ સાંભળે છે; જીભ કાંટે કઢાવવા માટે બીજાને બેલે છે. સ્પર્શેન્દ્રિય તે સ્થાનને સ્પર્શ કરે છે.
આ ઇન્દ્રિયોને સંબંધ એકબીજા સાથે જોડાયેલ છે, કોઈ માણસની આંખ ચાલી જાય છે ત્યારે તેનું કામ સ્પર્શેન્દ્રિય, શ્રવણેન્દ્રિય વગેરે કરતી હોય છે. એક માણસ એક હાથે અપંગ થઈ ગયું હતું. ત્યારે તેના ઘરે કોઈ બીજું કામ ચલાવનાર નહીં હેઈ, તે જ માણસ અનાજ એક હાથે તાળ અને બીજા હાથનું કામ પગેથી લેતા. તેમાં તે અત્યંત પાવર થઈ ગયો હતો. ભાતસમાજ (ઘાટકોપર)માં એક બહેન દરરોજ ૩-૪ રૂ.નું કામ કરે છે, તે એક હાથે અપંગ છે. છતાં મસાલ ફૂટી લે છે.
શ્રીમદ રાજચંદ્ર એકવાર જમવા બેઠા. શાક આવ્યું તેમાં મીઠું છે કે નહીં તેનો ખ્યાલ તેમને જીભથી ચાખ્યા વગર માત્ર આંખથી જોતાં જ આવી ગયો હતો. જીભથી ચાખ્યા વગર એ રીતે આંખથી ખ્યાલ આવવાનું કારણ ઈન્દ્રિયોને પરસ્પરનો સંબંધ છે. કાંટે પગમાં વાગે છે પણ અસર આખા શરીરને થાય છે.
કુમારી હેલન કેલર નાનપણથી જ બહરી, મૃગી અને આંધળી હતી. તે છતાં કુમારી સલીવન જે તેની શિક્ષિકા હતી, તેણે તેને એવી તાલીમ આપી હતી કે કદાચ દેખતે માણસ એટલું કામ ન કરી શકે. જેટલું તે પિતાની ઇન્દ્રિયોના અભાવે કરી શકતી.
અપંગની પ્રતિભા” નામના પુસ્તકમાં એક સ્થળે વાંચવા મળે છે કે એકદા તે એકલી ચાલી જતી હતી. પાછળથી ઘોડા દોડતા આવતા હતા. તે ઘડાના ડાબડાનો અવાજ સાંભળી શકતી ન હતી તે છતાં તેને લાગ્યું કે ઘોડા આવી રહ્યા છે અને તે બાજએ ખસી ગઈ. આમાં કોઈ નવાઈ નથી કારણ કે તેની બીજી ઈનિ તેને તે સંબંધી જ્ઞાન આપતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com