________________
[૭] સ્કૃતિ વિકાસનાં સાધને ર
મન-બુદ્ધિ અને ચિત્ત સ્મૃતિ વિકાસનાં સાધનોમાં ઈન્દ્રિય અંગે વિચારણા કરવામાં આવી છે, કઈ પણ વસ્તુને સ્મૃતિમાં ગ્રહણ કરવાનું પ્રથમ સાધન ઈન્દ્રિય છે. પણ તેને અંતરંગ સાધને મન, બુદ્ધિ અને ચિત્ત છે. શરીર અને ઈન્દ્રિયો આત્માના બાહ્ય કરણ છે. ત્યારે મન, બુદ્ધિ અને ચિત્ત તેના સ્વભાવિક આત્યંતર કરણ છે. એટલે એમને અંતઃકરણ પણ કહી શકાય. ઈન્દ્રિય, એ સ્મૃતિની પહેલી ભૂમિકા અવગ્રહ માટેનું સાધન છે, પણ ત્યાર બાર્બી ઈહા, અવાય અને ધારણા માટેનાં સાધન મન, બુદ્ધિ અને ચિત્ત છે. તેમની સ્મૃતિ સાથે શું સંબંધ છે તે અંગે તાત્વિક રીતે વિચારણા કરીએ.
સાંખ્યદર્શનમાં વર્ણવેલ ૨૪ તત્ત્વ સાથે ૨૫ મું ઈશ્વર તત્ત્વ ભેળવીને, ગદર્શને ૨૫ તનું વર્ણન કર્યું છે. તે ૨૫ તો આ પ્રમાણે છે :- ૫ મહાભૂત, ૫ જ્ઞાનેન્દ્રિય, ૫ કર્મેન્દ્રિય, ૫ તન્માત્રા, (કુલ ૨૦) (૨૧) અહંકાર, (૨૨) મહતત્વ બુદ્ધિ, (૨૩) પ્રકૃતિ, (૨૪) પુરૂષ અને (૨૫) ઈશ્વર તત્વ.
યોગ દર્શન ઈશ્વર તત્વને વિશેષ માને છે. આ તત્ત્વોને ગીતામાં કંઈક વિસ્તારથી ૩૧ ત રૂપે કહ્યા છે:
'महाभूतान्य हंकारो बुद्धिर व्यक्त मेवच !' इन्द्रियाणि दशैकंच पंचचेन्द्रिय गोचरा : '
ઝા-પ-સુલ કુલ સંપતિતના તિઃ | एतत्क्षेत्रं समासेन सविकार मुदाहृतम् ॥'
-ગીતા અ. ૧૩. કલેક ૫-૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com