________________
૭૨
તેથી અને આનંદ પ્રગટ થશે. આ સફળતા મનની શકિતને વધુ બળ આપશે. મનનાં લક્ષણે બતાવતાં વિવેક ચૂડામણિમાં કહ્યું છે –
સંe૫-વિજપામેરું મન : –જે સંકલ્પ અને વિકલ્પ કરે છે તે મન છે. સંકલ્પથી તેની શકિત વધે છે ત્યારે વિકલ્પથી તે ખોટા તરંગમાં ડૂબી જાય છે, તે તેની શકિતને હાસ કરે છે. આ માટે ખોટા વિચારો ન થવા જોઈએ અને કદી પણ નકામાં ન બેસી રહેવું જોઈએ. અંગ્રેજીમાં કહ્યું છે –
Empty mind is devil's work shop.
–ખાલી મન શયતાનનું કારખાનું છે. ખોટા વિચારે કે વિકલ્પોમાં મનને લગાડવાથી તે એક વિષયમાં એકાગ્ર રહી શકતું નથી.
એકાગ્રતા વગર ગ્રહણ કરેલી વાત કોઈ દિવસ મગજમાં સારી પેઠે સ્થિર થઈ શકે નહીં. આવી વ્યકિત એક વસ્તુ ઉપર કદિ ક્રમબદ્ધ વિચારી શકે નહીં
એક પાશ્ચાત્ય લેખકે પોતાની જિંદગીમાં ૪૦૦ નિબંધો લખ્યા હતા. પણ, તે બધા અપૂર્ણ હતા. એનું કારણ તેનું મન એકાગ્ર ન હતું. તેથી બુદ્ધિ સ્થિર ન હતી. તેણે પિતાનાં સ્મૃતિ-વિકાસનાં આ અંતરંગ સાધનને દુરૂપયોગ કરેલો.
એટલે મન જેટલું સ્પષ્ટ હશે તેટલી જ અવગ્રહરૂપે ગ્રહણ કરેલ વાત ઈહારૂપે સ્પષ્ટ રીતે કાયમ થતાં તેની સ્મૃતિ સુસ્પષ્ટ થશે. બુદ્ધિ અને તેની કાર્યક્ષમતા
સ્મૃતિની ત્રીજી ભૂમિકા માટે “અવાય ” છે, તેના માટેનું સાધન બુદ્ધિ છે. મન પછી તે તીવ્ર અને ઉત્કૃષ્ટ સાધન છે. મન તો કેવળ મનન જ કરે છે કે આ શું છે? પણ બુદ્ધિ સાચા-ખોટા નિર્ણય કરે છે. અગાઉ જણાવ્યું તેમ ઘણીવાર બુદ્ધિનો દુરૂપયોગ કરવામાં આવે છે. તે માટે તેને લાંચ આપીને ખોટા નિર્ણ કરવામાં આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com