________________
૭૩
છે અથવા કુમાર્ગે-બેટી ટેવાના રસ્તે ઘસડીને લઈ જવાય છે. આમ બુદ્ધિ-શકિતને નાશ થાય છે. તેવી બુદ્ધિ સાચે નિર્ણય કરી શકતી નથી. બુદ્ધિને સદુપયોગ થાય તો તેની કાર્યક્ષમતા વધે છે.
બુદ્ધિની કાર્યક્ષમતા વધારવા માટે જૈન શાસ્ત્રમાં બુદ્ધિના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે :-(૧) પપાતિકી, (૨) વૈનાયિક, (૩) કામિંકી અને (૪) પરિણામિકી. આને ટુંકમાં અલગઅલગ સમજીએ.
પપાતિકી બુદ્ધિ : કેટલાંક માણસો ભણેલા-ગણેલાં હેતા નથી પણ તેમની સામે કોઈ પ્રશ્ન આવે તે તેઓ તરત જવાબ આપે કે તેનું સમાધાન કરી શકે. તેઓ ચોપડી ભણેલા હોતા નથી કે શાસ્ત્રાભ્યાસ તેમણે કરેલો હેત નથી. પણ તેમનું કોઠાડહાપણ કે તેમની હાજર જવાબી જોઈ કોઈ ચમત્કાર લાગે અથવા ઘણું કહે છે તેમ એ દેવીનું વરદાન લાગે. આવી તક્ષણ બુદ્ધિ ઓપપોતિકી બુદ્ધિ છે. એનેનીતિકારો પ્રત્યુત્પન્નમતિ પણ કહે છે. આવી બુદ્ધિ અભયકુમારની હતી.
એકવાર સમ્રાટ શ્રેણિકની સભામાં ચર્ચા ચાલી કે “જગતમાં કઈ વસ્તુ સસ્તી છે?”
ઘણુંખરાનો મત થો: “માં સહુથી સસ્તું છે.”
અભયકુમાર પણ ત્યાં હાજર હતા. તેઓ માનતા હતા કે બુદ્ધિની નિર્મળતા માટે નિર્માસાહાર-વનસ્પત્યાહાર જરૂરી છે. માણસ ભૌતિક શકિત અને સ્વાદ માટે માંસાહાર કરતો હોય છે. પણ તે ભ્રમ છે. તે તામસી તેમજ પાચનમાં કઠણ હોઈને સરવાળે બધી રીતે હાનિકારક જ છે. અભયકુમારને થયું કે જે લોકોમાં માંસાહાર સસ્તો છે અને બળ વધારનાર છે એમ વાત પ્રસરશે તો નુકશાન થશે. તેઓ તો માનતા હતા કે શાકાહાર વડે જ તેજસ્વિતા વધે છે.
તેમણે પોતાની ઔપપાતિકી બુદ્ધિ વડે મનમાં ગોઠવીને કહ્યું, “તમે માંસને સસ્તુ કહે છે? હું કહું છું કે તે સહુથી મધું છે ! જે હજાર સોનામહોરો ખચંતા પણ નથી મળતું! ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com