________________
૫૮
એક જ સ્મૃતિનું પણ છે. ગૃહિત વિષયનું વારંવાર પુનરાવર્તન નહીં કરવામાં આવે તો તે નષ્ટ થઈ જાય. અવગ્રહ, ઈહા, અવાય, ધારણા વડે ગ્રહણ કરવા માટેનો શ્રમ નિષ્ફળ જાય છે. જ્યારે પુનઃસ્મરણ બરાબર થતું નથી. કારણ કે સ્મૃતિ અંગેના બધા શ્રમની કિંમત પુનઃસ્મરણ છે.
અવગ્રહ વગેરેના દોષ: ગ્રહણ વિધિથી જ નિશ્ચયમાં દેષ આવે છે-ગ્રહણ સમ્યફ પ્રકારે નહીં થવાથી ધારણામાં દોષ આવે છે અને તે દેવ પુનઃ સ્મરણ વખતે તરી આવે છે. દર્શનશાસ્ત્રના નિયમ પ્રમાણે આવા દે ત્રણ છે –સંશય, વિપર્યય, અનધ્યવસાય.
સંશય : સંશયને અર્થ છે બે નિશ્ચયો વચ્ચેની ડામાડેળ સ્થિતિ. બે જાતના વિચારો પૈકી કોઈ એક ચોકકસ વિચાર કે નિષ્કર્મ ઉપર પહોંચ્યા વગર પુનઃસ્મરણ બરાબર થતું નથી.
એક માણસે કદિ “રોઝ” નામનું પ્રાણી જોયેલું નહીં. તે ગાય જેવું હોય છે. ગાય અને રોઝ વચ્ચે ફરક તેના મગજમાં બરાબર કપેલો નહીં. તે અંગે ગ્રહણ પણ કરેલું નહીં. એક દિવસ તે પિતાના પ્રવાસી મિત્ર સાથે જંગલમાં ગયા. ત્યાં તેણે “રેઝ' જોયું. પ્રવાસી મિત્રોએ પૂછ્યું : “આ શું છે?”
જંગલી ગાય છે!” તેણે જવાબ વાળ્યો.
પેલા લેકોને વિશ્વાસ ન થયા એટલે તેમણે ફરીથી પૂછ્યું. તેણે કહ્યું : “કાં તો જંગલી ગાય છે, નહીંતર રોઝ છે.”
અહીં આ ભાઈએ ગ્રહણ કરતી વખતે રોઝ અને ગાયને ફરક બન્નેનું પૃથક્કરણ કરીને સરખી રીતે પકડ્યો ન હતો. જે તેણે પહેલાંથી જ બન્ને વિધિને ઉપયોગ કર્યો હોત તો કદાચ આ સંશયવાળી દશા થાત નહીં. પુનઃ સંસ્મરણ વખતે તે સંશય નડત નહીં. વિપર્યય :
વિપર્યય એટલે ગ્રહણ કરતી વખતે રહી ગયેલા દે છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com