________________
કે વિભાવપૂર્વક વસ્તુ ગ્રહણ કરવામાં આવે છે તે કાંતો તદ્દન યાદ નહીં થાય, અથવા સાવ સ્પષ્ટ નહીં થાય; અથવા જે ભાવે કહેવાઈ હશે તેના કરતાં વિપરીત અર્થે જ રજૂ કરવામાં આવશે.
એટલે જે વિષયનું પુનઃ સ્મરણ કરવાની ઈચ્છા હોય તે અંગેના સંસ્કારે જ્યાં સુધી સ્મૃતિનાં ખાનામાં સ્થિર નહીં થઈ જાય ત્યાં સુધી તે વિષયને સંબધ છોડવો નહીં જોઈએ. જેઈને, વાંચીને કે સાંભળીને તેની સાથે તેને લગતી કોઈ વસ્તુનો સંબંધ કે પૂરી કલ્પના જોડી દેવી જોઈએ. જેથી પુનઃ સ્મરણ વખતે અચકાવું ન પડે. પુનઃસ્મરણમાં બાઘક તો :
પુનઃમરણ વખતે બુદ્ધિશાળી અને પરિપકવજ્ઞાન વાળા માણસે પણ કેટલીકવાર દિગમૂઢ થઈ જાય છે. અગર તે તે વસ્તુ વિસ્મૃત થઈ જાય છે, અને નિર્બળ સ્મૃતિ કે અલ્પજ્ઞાન વાળા માણસો તેનાથી આગળ વધી જાય છે. આવું શાથી થાય છે ! એનું કારણ છે પુનઃમૃતિમાં બાધક તત્તનું આક્રમણ. આ આક્રમણનું જ્ઞાન તેમને કેટલીક વાર પુનઃસ્મરણ વખતે થઈ જાય છે. કેટલીક વાર તે કારણ એટલું સ્પષ્ટ હોય છે કે બીજા લોકો પણ પકડી લે છે. આ બાધક કારણોમાં, કામોત્તેજના, ક્રોધનો વેગ, ભયાત્મક ભાવના, અવિશ્વાસ કે સભાભય, અથવા ધ્યાનચલિત થવું વગેરે છે. આ બધી ભાવનાત્મક ઉત્તેજનાઓ કે આવેશની લાગણી છે.
ઘણીવાર કામેત્તેજક વાસના કે મહાત્મક આકર્ષણ જેને અન્યલિંગી આકર્ષણ કહેવાય છે તેના પ્રવાહમાં સ્ત્રી કે પુરૂષ એટલા બધા તણાઈ જાય છે કે તેમને પોતાનું અસ્તિત્વ પણ વિસ્મરિત થઈ જાય છે. ઉત્તેજિત ભાવનાઓ સ્મૃતિને ક્ષીણ કરી નાખે છે, જ્ઞાનતંતુઓને શૂન્ય કરી નાખે છે. એવી જ રીતે ક્રોધના આવેગમાં પણ માણસ ભાન ભૂલી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com