________________
જરૂરી વિશ્રામ મળવો જોઈએ. જેથી યાદ કરવાની ઉત્સુક્તા, રસ અને રૂચિ જાગે અને શાંતિથી પાઠ યાદ કરી શકાય. દસંક૯પ :
બુદ્ધિનું કાર્ય છે સંકલ્પ કરે. સ્વસ્થ બુદ્ધિ વડે દઢ સંકલ્પ કરવો જોઈએ કે “હું આજે આટલું યાદ કરીને જ ઊઠીશ. આજે મારે આટલા પાનાનો સાર ચોક્કસ યાદ કરવાનો છે.” આમ સંકલ્પ કરીને યાદ કરવાની ટેવ પાડે તે ધીમે ધીમે સ્મૃતિ-વિકાસ ચોક્કસ થઈ શકે.
એક કોલેજમાં એક વિદ્યાર્થીએ એવો સંકલ્પ કર્યો કે હું એમ. એ. પાસ થઈને આ શાળાનો મુખ્ય આચાર્ય (પ્રીન્સીપાલ) બનીશ. બીજા વિદ્યાર્થીએ તેને પ્રીન્સીપાલ કહીને ચીડવતા પણ તે કંટાળતો નહીં, ઊલટું તેણે પિતાના હસ્ટલની ચોપડીઓ ઉપર તેની યાદ નિમિત્તે “P” અક્ષર લખ્યો. તેના દઢ સંકલ્પથી તે દરેક પરીક્ષા પ્રથમ શ્રેણીમાં પસાર કરતો ગયો. M.A. થઈ ગયા બાદ સગવશાત્ ત્યાંના પ્રીન્સીપાલની બદલી થઈ અને આને રાખવામાં આવ્યો. આવો છે દઢ સંક૯પનો પ્રભાવ ! નિષ્ઠા :
દઢ સંકલ્પ હોવા છતાં સ્મૃતિ-વિકાસ માટે નિષ્ઠા હેવી જોઈએ. નિષ્ઠાવાન માટે અલ્પપરિશ્રમથી વસ્તુઓ યાદ કરવાનું તરત બને છે. ગીતામાં કહ્યું છે -
શ્રદ્ધા વાંલ્લભતે જ્ઞાનમ
શ્રદ્ધાવાન હોય છે તે જ્ઞાન મેળવી લે છે. દરેક વસ્તુને કાળજી રાખીને તે યાદ કરીશ શકે છે. સતત પુરૂષાર્થ:
નિષ્ઠાની સાથે સતત-પુરૂષાર્થ પણ સ્મૃતિ-વિકાસને માટે આધાર છે. પુરૂષાર્થ કરવાથી જડબુદ્ધિ માણસ પણ વિદ્વાન બની જાય છે. હિંદી કવિ છંદ કહે છે :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com