________________
રહે છે? એટલે કે તે વાતમાં તેમને રસ છે. જે વાતમાં રસ ન હોય તે યાદ રહેતી નથી.
કેટલીક વાર જીવનની ગૂઢ અને વિશિષ્ઠ ઘટનાઓ ઓચિંતી સ્મૃતિપટ પર તરી આવે છે. જેની કલ્પના પણ નહીં કરી હોય. ઊંડાણથી વિચારતાં જણાશે કે તે ઘટનાઓમાં અજ્ઞાત રીતે રસ રહેલો હોય છે. ઘણું વિધાથી કઠણ અને નીરસ જણાતાં વિષયોને સરળતાથી યાદ કરે છે તેનું કારણ તેમની તેમાં રહેલી રૂચિ છે. ન્યાય, વ્યાકરણ, ગણિત જેવા વિષયો કેવળ રૂચિના કારણે સરળતાથી યાદ થઈ શકે છે. એટલે સારી
સ્કૃતિ કેળવવા માટે, જે વિષયો યાદ ન રહેતાં હોય તે બધામાં રૂચિ કેળવી અને પ્રયત્ન કરવો જોઈએ. કોઈ વસ્તુને તરત ભૂલી જઇએ છીએ તેનું કારણ તે અંગે અરુચિ અને રસને અભાવ જ છે. સિનેમાના ગીત ઘણા લોકો એક વખત સાંભળીને યાદ કરે છે તેનું કારણ તેમાં રસ અને રુચિ છે. એવી જ રીતે ઘણું એકવાર શિક્ષક પાસે સાંભળીને તે વિષયને યાદ કરી લે છે, તેનું કારણ પણું રુચિ અને રસ છે. એટલે રસપૂર્વક વાંચવાથી કોઈપણ વસ્તુ સ્મૃતિમાં સ્થિર થઈ જશે.
મહત્ત્વ કે લાભની સમજણ :
કેટલીક વખત માણસને કોઈ વસ્તુનું મહત્વ સમજાતું નથી. તેમ જ તેનાથી થતો માનસિક વિકાસને લાભ પણ સમજાતો નથી. ત્યારે તે વિષયમાં રુચિ અને પ્રયત્ન હોવા છતાં તે યાદ રહેતું નથી. એટલે જે માણસ વિષયને યાદ રાખવા ઈચ્છતો હોય તેણે તે વિષયનું મહત્વ સમજવું જોઈએ અને તે વિષયની સ્મૃતિથી મોટા લાભની શ્રદ્ધા મગજમાં સારી પેઠે બેસાડી દેવી જોઈએ. શરૂઆતમાં થોડેક શ્રમ તો કરવો પડશે પણ પછી તે વસ્તુ એટલી બધી રુચિકર અને રસપ્રદ થઈ જશે કે તેને તે યાદ રાખ્યા સિવાય ગમશે જ નહિ. ગણિત, ન્યાય,
વ્યાકરણ વગેરે વિષયો નિરસ ગણાય છે પણ તેમના જેટલા ચોકકસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com