________________
તેણે એમ કહ્યું પછી તેણે કઈ દિવસ બન્નેના અર્થે કરવામાં ગોટાળો કર્યો ન હતો. સહયોગીકરણ અને વર્ગીકરણ કરીને યાદ ન કરવાની વૃત્તિ:
કેટલાક માણસે વસ્તુને ગ્રહણ કરતી વખતે સબંધ જોડતા નથી અગર તે અનેક વસ્તુઓ યાદ રાખવી હોય તે તેનું વગી | ( classification) કરતા નથી, તેથી તેમને તે વસ્તુ કે વસ્તુઓ યાદ રહેતી નથી.
એક પ્રાધ્યાપક એક સ્થળે “રેટિયા દારા અહિંસાઉપર બેલવા ગયા. તેમણે વિલય તૈયાર કર્યો હતે પણ સંબંધ વગર. તેધા વ્યાખ્યાન મંચ ઉપર બધું ભૂલી ગયા અને બોલ્યા તે અસંગત બદલવા જેવું થયું. તેઓ મુંઝાયા. ત્યાં તો તેમને રેટિયે કાંતતા ગાંધીજીનું ચિત્ર દેખાયું કે તરત તેમને તે યાદ આવ્યું અને પછી તેમણે રેટિયો ગાંધીજી, અહિંસા, સ્વપરિશ્રમ વગેરે બધા મુદ્દાઓને જોડ્યા અને તેમનું વ્યાખ્યાન ઘણું સુંદર થયું.
એટલે કેટલીક વખત એક વસ્તુને સ્મરણ કરવા માટે તેના સહચારની બીજી વસ્તુને જોડી દેવામાં આવે તો એમ કરતાં ઘણી બાબતે યાદ રહી જાય છે. જેમ કે અમુક લોકોની પાઘડી આવી, એટલે શિક આવે, તેમની ભાષા આવી–આમ ઘણી વસ્તુઓ યાદ રહી જાય છે અને તેમની એક વસ્તુ અન્યના સંબંધ સાથે યાદ રાખવાની હોય છે. જેથી તે વસ્તુને યાદ આવતાં કે તેના સંબંધી વસ્તુ યાદ આવતાં, અન્ય વસ્તુઓ ઝળકી ઉઠે છે.
આ અંગે એક સૂત્ર છે :
“T% સંધી મળે માર મં િમાવ” એક વાતનું સ્મરણ. બીજાના સ્મારક-સ્મરણ રૂપે થઈ આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com