________________
૪૧
ઘણું લોકોને રોદણું રડવાની ટેવ જ હોય છે. આવા લાઘવગ્રંથિથી પિડાતા લોકો સ્મૃતિ વિકાસમાં સફળ થતા નથી. એના કારણે પ્રખર મૃતિવાળો વિદ્યાર્થી પાછળ રહી જાય છે. ફરી તેનામાં જ્યારે તેની સ્મૃતિ ઉપર વિશ્વાસ બેસાડવામાં આવે ત્યારે તેને પ્રસુપ્ત આત્મા જગે છે અને તે પછી પ્રથમ આવી શકે છે. આવું બનતું ઘણીવાર એ છીએ. ઘણું લોકો સ્મૃતિ-વિકાસ માટે બદામ, માખણ કે બ્રાહ્મીનું ઘી ખાય છે, પણ તેના કરતાં યે આત્મવિશ્વાસ કેળવે એ ચઢિયાતી વસ્તુ છે.
યાદ રાખવાની અનિચ્છા : સ્મૃતિ ઉપર ઘણીવાર અવિશ્વાસ તો હેતે નથી પણ કોઈ વસ્તુને જોઈ-સાંભળીને ભૂલી જવાય એવું પણ બને છે. થોડા વખત પછી તેની સ્મૃતિ પણ ભૂંસાઈ જાય છે. ત્યારે સ્મૃતિ નબળી છે એમ માનવામાં આવે છે. પણ ખરું કારણ તે તે વિષયને યાદ રાખવાની અનિચ્છા હોય છે. અનિચ્છા થતાં અપેક્ષા કેળવાય છે. તેવી વ્યક્તિ એમ ધારે છેઃ “મૂકો, આ લપને ! આને યાદ કરીને શું કરવાનું છે? તેની સાથે આપણે શો સંબંધ !”
એટલે કોઈ પણ વ્યક્તિ, વાત કે વિષયના સંપર્કમાં આવતાં તે અંગે વિચાર કરવો જોઈએ કે એ ઉપયોગી છે કે નહીં? જે ઉપયોગી હેય તે ઈચ્છાપૂર્વક તેને યાદ રાખવી જોઈએ. તે અંગે દરેક બાબતો ધ્યાનપૂર્વક જેવી, સાંભળવી કે વિચારવી જોઈએ. આમ ઈચ્છાપૂર્વક યાદ કરેલ વિષય સમૃતિમાંથી ભુસાતો નથી.
શ્રવણ-વાંચનની અરૂચિ: ઘણીવાર ઈચ્છાપૂર્વક સ્મરણ રાખવા જતાં છતાં તે વાત થોડા દિવસો માં ભુલાઈ જાય છે. એનું કારણ સ્મરણ રાખવાની અરુચિ છે. ઘણી બહેને ફરિયાદ કરે છે કેઃ “અમારૂ મગજ ચાલતું નથી કે યાદ રહેતુ નથી :” પણ તેની વિરુદ્ધમાં, તેમનું કોઈએ અપમાન કર્યું હેય, ઠપકો આપ્યો હેય, ગાળો દીધી હેય, મેણાટોણું માર્યા હેય, લગ્ન વખતે વહેવાર એ છે કે તે બધું તેમને કેમ યાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com