________________
૩૭
હતે, કિતાબોને કી જ હતો. મારી સાથે હસીને વાત પણ કરતો ન હતો !”
નેપોલિયને કહ્યું : “દેવી! તમે ઠીક કહે છે. હું તે જ નેપલિયન છું. ને હું તમારી રસિકતામાં ફસાઈને સંયમ ખોઈ બેસત તે આજે હું ભણીગણીને જે પદને લાયક થયો છું, તેને યોગ્ય ન બનત !”
આમ સ્વસ્થ મન સ્મૃતિ વિકાસને મુખ્ય આધાર છે. મનની એકાગ્રતાથી સ્મૃતિ કેવી રીતે ખીલે છે તે હવે પછી આગળ ઉપર વિચારશું.
સ્વસ્થબુદ્ધિ :
સ્મૃતિ વિકાસને ત્રીજો આધાર છે સ્વસ્થબુદ્ધિ, સ્વસ્થબુદ્ધિથી ઘણું માણસો વ્યવસ્થિત રીતે યાદ કરી શકે છે. અસ્વસ્થ કે અવ્યવસ્થિત બુદ્ધિથી માણસની બુદ્ધિ બગડે છે અને તે યાદ રાખવા લાયક વસ્તુને યાદ કરી શકતું નથી. બુદ્ધિનું કાર્ય નિર્ણય કે નિશ્ચય કરવાનો છે. બુદ્ધિને નકામી રાખવાથી તે કટાઈ જાય છે. તેવી જ રીતે બુદ્ધિ પાસેથી હદ બહારનું કામ લેવાથી તે કામ આપતી નથી
- કોઈ પણ પાઠ કે વસ્તુ યાદ કરતાં પહેલાં એ જોવું જોઈએ કે આપણું મગજ તાજુ છે કે નહીં. થાકેલું મગજ વિશ્વસ્ત રીતે સ્મરણનું કાર્ય કરી શકતું નથી. મસ્તિષ્કના જ્ઞાનતંતુઓ શિથિલ હોય ત્યારે તે કોઈ વિષયને દઢતાથી ગ્રહણ કરી શકતા નથી. મસ્તિષ્ક ઉપર વધુ પડતું દબાણ આવતાં, લોહીનું દબાણ, હૃદય રોગ વિગેરે લાગુ પડે છે. તેથી રાતે વિશ્રાંતિ લેવાની ખાસ જરૂર છે.
સવારે બ્રાહ્મ મુહૂર્તમાં જેને અમૃતકાળ કહેવામાં આવે છે; મગજ તદ્દન તાજ હોય છે તે વખતે કોઈ પણ વિષય સરળતાથી યાદ થઈ શકે છે. ઘણાને રાત્રિને સમય અનુકૂળ પડે છે. મતલબ એ કે બુદ્ધિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com