________________
અનોખું છે. કોઈ પણ વાતમાં લીન થવા માટે–તન્મય થવા માટે જાપ કરવો જરૂરી છે. જપ કરવાથી તે જ વસ્તુમાં સ્મૃતિ અખંડ ચાલુ રહે છે. ધ્યાન પણ એટલા માટે જ કરવામાં આવે છે. જે માણસ સતત આ ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરતો હોય છે, તેની સ્મૃતિ રાતદિવસ, ચિંતા, વિકાર કે આવેગેને લઈને દુબળી પડી જાય છે. તેને જે યાદ કરેલું હોય છે તે ભૂંસાઈ જાય છે.
મનની સ્વસ્થતતા માટે યમ-નિયમ અને સંયમ-બ્રહ્મચર્ય પાળવાં જોઈએ. યમમાં અહિસા-સત્ય અચૌર્ય, નીતિ, પ્રમાણિક્તા વગેરે આવે છે. નિયમમાં સુંદર ટે આવે છે. નિયમિત જીવન આવે છે. સંયમમાં ઈદ્રિોને સંયમ આવે છે અને બ્રહ્મચર્ય વડે કામ-વાસનાને જીતવાની હોય છે. બ્રહ્મચર્ય વગર સ્વસ્થ મનની કલ્પના અશક્ય છે. અસંયમી અને વિકારી મન માણસની સ્મૃતિને બગાડી નાખે છે. તેની શુદ્ધ સ્મૃતિ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. પણ જે યમ-નિયમ–સંયમમાં પાકો છે તે એકાગ્ર બનીને આગળ વધી શકે છે.
પિતાની વિદ્યાર્થી અવસ્થામાં નેપાલિયનને અકલોની ગામમાં એક હજામને ત્યાં રહેવું પડ્યું. નેપાલિયન ઘણો જ સ્વસ્થ અને સુંદર યુવાન હતા. તેને જોઈ હજામની પત્ની તેને ઉપર મુગ્ધ થઈ ગઈ અને તેને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરવા લાગી. પણ નેપોલિયને પોતાના ઉપર સંયમ રાખ્યો અને અભ્યાસમાં જ મનને પરોવી રાખ્યું. તેને તે સ્ત્રીને જોવાની તક કે ફુરસદ જ ન હતી. તે અભ્યાસ પૂરો કરીને ગયો.
તે પિતાના દેશના પ્રધાન સેનાપતિ તરીકે ચૂંટાશે ત્યારે તે પેલા હજામના ઘરે ગયો. હજામની પત્ની બેઠી હતી. તેને જોઈને નેલિયને પૂછયું “તમને યાદ છે કે તમારે ત્યાં નેપોલિયન નામનો એક જુવાન રહેતો હતો.
તે બાઈએ કહ્યું : “જવા દે એમની વાત! તદ્દન નીરસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com