________________
ઇતિહાસની આવશ્યક્તા.
28 તૈયાર કરવાને હજુ આપણે જરા પણ પ્રયાસ કર્યો હોય એમ જણાતું નથી. જૈન કેમને માથે અનેક પ્રકારની ખાસ જવાબદારીઓ છે અને તે જવાબદારીઓ પૂરી પાડવા માટે ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે એમ સ્પષ્ટ સમજાયા છતાં આવા અગત્યના વિષયમાં હજુ ધ્યાન અપાયું નથી તે અતિ ખેદ વિષય છે. એથી પણ વધારે ખેદને વિષય એ છે કે જે અનેક બાબતેની જવાબદારી છે તે સ્વીકારવા અને તેને માટે પ્રયત્ન કરવા જેટલી શક્તિ ધરાવનાર, પ્રકાશ નાખનાર અને વિચારની આપ લે કરે તેવી ઐતિહાસિક કે સાહિત્યના ' વિષયની એક પણ મડળી હજુ હરતી ધરાવતી નથી. એક બાજુએ પાશ્ચાત્ય વિચાર જેસથી ફેલાય, બીજી બાજુએ કેમને માથે અનેક તીથની જવાબદારી હોય, અનેક મંદિરે જાળવવાના હોય, અનેક પુસ્તકોના ઉદ્ધાર કરવાના હોય અને સાથે અનેક ભેદ વિભેદ અને તેના ભેદે અને તે ભેદના પણ ભેદમાં રહી તદ્દન નાના વર્તુળમાં કામ કરવાનું હોય, સાથે નકામે શક્તિ, ધન અને મગજને ક્ષય કરનાર કલેશને પ્રવાહ ચાલ્યા કરતે હોય અને તેવા અગત્યના પ્રસંગને પહોચી વળે અને પિતાને અનુસરનાર સમુદાયને સામુદાયિક શક્તિવડે ખરા ઉપયોગી માર્ગે દોરનાર મજબૂત વિચારશક્તિનું બળ ધરાવનાર એક વા અનેક પુરૂ કેમમાં ન હોય ત્યારે કામની શી સ્થિતિ થાય તે વિચારી લેવા ચગ્ય છે. અહીં મૂળ વિષયથી કાંઈક આપણે વિશેષ દુર થતા જઈએ છીએ તેથી તે બાબતમાં માત્ર દિગદર્શન કરી જવાબદાર પુરૂનું તે તરફ ધ્યાન ખેચી મૂળ વિષય ઉપર આવતાં એટલું જણાવી દેવાની જરૂર છે કે ઈતિહાસની બાબતમાં આપણે બહ પછાત છીએ અને જે સાધનો આપણને ઉપલબ્ધ છે તેને પણ પૂરતો લાભ લેતા નથી. કેળવણીની બાબતમાં આપણે કેમ ઘણું પછાત હોવાને લીધે, શોધખેળ કરનારને ઉત્તેજનનો અભાવ હોવાને લીધે, સાધારણ દ્રવ્ય અલ્પ હોવાને લીધે, નકામાં ખરામાં ઘસડાઈ જઈ જરૂરી ઉદ્ધારનાં ધર્મ કે કેમસેવાના કાર્યોમાં કુપણુતા હોવાને લીધે, તેવાં વિશિષ્ટ કાર્યોમાં ધનવ્યય કરવાની ફરજના જ્ઞાનના અલ્પ ભાવને લીધે, જ્ઞાનવ્યના આશય, અર્થ અને લક્ષણનિદર્શનમાં અતિ સંકુચિત દૃષ્ટિ હોવાને લીધે,