________________
જૈન દર્શન પ્રમાણે જીવાત્મા આ સંસારમાં કર્મના બંધનના કારણે જન્મમરણના ચક્રમાં ફરતો હોય છે. આ કર્મનો જ્યારે સંપૂર્ણ ક્ષય થાય અર્થાત્ જીવનો જ્યારે કર્મથી સંપૂર્ણપણે વિયોગ થાય ત્યારે આત્મા મોક્ષ પ્રાપ્ત કરે છે અર્થાત્ પરમાત્મા બને છે. આમ જૈન દર્શન પ્રમાણે ‘અયોગ’ તેના યોગનું લક્ષ્ય છે. અયોગ એટલે મન, વચન અને કાયાના યોગથી રહિત એવી સિદ્ધાવસ્થા. અન્ય દર્શનમાં પરમાત્માનો યોગ કરવાની વાત છે ત્યારે જૈન ધર્મમાં દરેક જીવાત્મા પોતાના પુરુષાર્થથી ૫૨માત્મા બની શકે છે જે અયોગથી સિદ્ધ થઈ શકે છે. અર્થાત્ જીવનું અંતિમ લક્ષ્ય યોગથી અયોગ સાધી અર્થાત્ કર્મરહિત થઈ પરમાત્મા બનવાનું હોય છે. યોગ એટલે આત્મા સાથેના સંબંધની સ્થાપના. આત્માની સાથે સંબંધ નિષ્પન્ન થાય છે ત્યારે અયોગ નિષ્પન્ન થાય છે. અયોગ એટલે મન – વચન - કાયાની સ્થિરતા. અયોગની દિશામાં જવા માટે યોગ એ માધ્યમ છે. આધ્યાત્મિક સાધનામાં યોગસાધનાનું મહત્ત્વનું સ્થાન છે. આત્માના પોતાના સ્વરૂપમાં, સ્વસ્વરૂપમાં સ્થિર થવાની પ્રક્રિયાને અથવા સાધનાને યોગસાધના કહેવાય છે.
યોગની વ્યાખ્યા ઃ
જ્ઞાની પુરુષોએ યોગની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. (૧) મુનિ પતંજલિએ ‘યોગદર્શન’માં યોગની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધઃ ।।.૨।।
અર્થ : ચિત્તવૃત્તિનો નિરોધ કરવો તે યોગ.
ચિત્ત જ્યારે ક્ષીણ વૃત્તિવાળું થઈ જાય ત્યારે પરમાત્મસ્વરૂપનીઐ સમાપત્તિ થાય. સમાપત્તિ એટલે ધ્યાન દ્વારા સ્પર્શન. સમાપત્તિ એટલે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકરૂપતા. ધ્યાતા-ધ્યાનનો અધિકારી યોગ્ય સાધક અંતરાત્મા છે. ધ્યેય પ૨માત્મા છે, ધ્યાન જ્ઞાનની એકાગ્રતારૂપ છે. સમાપત્તિ એ ત્રણેની એકતારૂપ છે. સતત ૫૨માત્માના ધ્યાન વડે ચિત્તવૃત્તિઓનો વિલય થવાથી પરમાત્મા સાથે અભેદ-એકતાનો અનુભવ થાય તેને સમાપત્તિ કહે છે. ચિત્ત જ્યારે ક્ષીણ વૃત્તિવાળું સ્ફટિક જેવું પારદર્શક થઈ જાય ત્યારે અન્ય વૃત્તિ પ્રત્યે દોડતું નથી. અને સ્થિર થઈ એકાગ્રપણું પ્રાપ્ત કરે ત્યારે
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૧૨