________________
આચારાંગ ઉત્તરાધ્યયન તેમજ સૂત્રકૃતાંગ, ભગવતી અને સ્થાનાંગમાં આ સાધનાપદ્ધતિનું માર્મિક રીતે પ્રતિપાદન કરેલું છે. આગમ સાહિત્યમાં પણ એનો નિર્દેશ મળે છે. વિક્રમની પહેલી સદીમાં આચાર્ય કુંદકુંદે લખેલ ‘સમયસાર પ્રવચનસારમાં વિક્રમની બીજી-ત્રીજી સદીમાં ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં આ મુક્તિમાર્ગનું (અર્થાત્ જૈન યોગનું) પ્રતિપાદન કરેલું છે. આ સાધનાપદ્ધતિમાં, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાના માર્ગમાં ધ્યાનની અત્યંત મહત્ત્વની ભૂમિકા છે. જેનું વિવેચન જિનભદ્રગણિએ ધ્યાન શતકમાં, પૂજ્યપાદ દેવાનંદીએ સમાધિતંત્ર તેમજ ઇષ્ટોપદેશમાં કરેલું છે. વિક્રમની આઠમી સદીમાં આચાર્ય હરિભદ્રસૂરિએ જૈનયોગમાં નવા અધ્યાયની શરૂઆત કરી. તેઓએ પતંજિલની અષ્ટાંગ યોગની પદ્ધતિઓ અને પરિભાષાઓનો જૈન પદ્ધતિ સાથે સમન્વય કરીને જૈન યોગને નવી દિશા પ્રદાન કરી, એમના યોગ વિષયક ચાર મહત્ત્વના ગ્રંથો છે. એમના પછી આચાર્ય શુભચંદ્ર, આચાર્ય જિનસેન, આચાર્ય હેમચંદ્ર – આ આચાર્યોએ યોગ સંબંધી ગ્રંથો લખ્યા છે. એમણે ધર્મધ્યાનને પિંડી, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ચાર વર્ગોમાં વર્ગીકૃત કર્યું. એના પછીના સમયમાં અધ્યાત્મયોગીરાજ આનંદઘનજી થયા. એમનાં પદોમાં અને સ્તવનોમાં યોગની અભિવ્યક્તિ જોવા મળે છે. ઉપાધ્યાય યશોવિજયજીએ એમના ગ્રંથોમાં - અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ, યોગાવતાર ધાર્નિંશિકાયોગ વિશે પ્રકાશ પાડેલો છે. પાતંજલ યોગસૂત્ર પર તેમણે વિવેચન લખેલું છે તેમાં “જૈન યોગ’ સાથે તુલનાત્મક અભ્યાસ પ્રસ્તુત કરેલો છે. વર્તમાનકાળમાં આચાર્ય બુદ્ધિસાગરજી, ચિદાનંદજી, આચાર્ય તુલસીજી અને આચાર્ય મહાપ્રજ્ઞજીનો જૈન યોગસાહિત્યમાં મહત્ત્વનો ફાળો છે. બધા આચાર્યોએ પોતાના સાહિત્યમાં અલગ અલગ રીતે યોગની વ્યાખ્યા કરી છે. પણ એનું તાત્પર્ય તો એક જ છે કે જે માર્ગથી આત્મા પરમાત્મા બની શકે અર્થાત્ પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે તે માર્ગ એ જયોગ છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)