________________
જૈન દષ્ટિએ યોગ જૈન યોગ – શુદ્ધ આત્મદશાને પ્રાપ્ત કરવાની સ્થિતિમાં જોડનાર માર્ગને યોગ કહેવામાં આવે છે. (અર્થાતુ) મોક્ષ એ સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ છે. એ મોક્ષપ્રાપ્તિ કરવાનો જે માર્ગ છે તે યોગ છે. આ મોક્ષપ્રાપ્તિનો માર્ગ જે સમ્ય દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ રત્નત્રયરૂપ છે એને જ જૈન યોગ કહી શકાય. આ યોગ દ્વારા જીવાત્મા એનો ક્રમશ: આધ્યાત્મિક વિકાસ સધાતા એના આત્મીય ગુણો પ્રગટતા જાય છે, ક્રમશ: એને આગળના ગુણસ્થાનક પ્રાપ્ત થતાં જાય છે, કર્મનો નાશ થતો જાય છે અને સર્વ કર્મથી રહિત એવી શુદ્ધ આત્મસ્વરૂપની સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ જૈન ધર્મની સાધનાપદ્ધતિ છે જે મોક્ષમાર્ગ તરીકે જાણીતી છે. અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટે જે જે ધર્મવ્યાપાર કરાય છે તે સર્વ જેન યોગમાં સમાવિષ્ટ થાય છે.
“યોગ'ની પરંપરાથી વંચિત વર્તમાનમાં કેટલાય લોકો એવી માન્યતા ધરાવે છે કે જૈન દર્શન અને એના સાહિત્યમાં અર્થાત્ આગમગ્રંથોમાં ‘યોગ' શબ્દ કેવળ મન, વચન અને કાયાના વ્યાપાર અર્થમાં જ પ્રયુક્ત થયેલો છે. ચિત્તનિરોધરૂપ ધ્યાન કે આત્મસમાધિરૂપ સાધનાના સંદર્ભમાં તે ક્યાંય પ્રયોજાયેલો નથી. હકીકતમાં આચાર્ય હરિભદ્રસૂરિએ યોગ શબ્દ વિકસાવ્યો છે. એમણે ઋષિ પતંજલિના અષ્ટાંગ યોગની પ્રક્રિયા સાથે જૈન મોક્ષમાર્ગની પ્રક્રિયાનો સમન્વય કરીને યોગ શબ્દ વિકસાવ્યો છે. તેના પૂર્વેથી જૈન દર્શનમાં ‘યોગ' શબ્દનો પ્રયોગ સાધનાના સંદર્ભમાં આગમગ્રંથોથી થયેલો છે.
આત્માના આધ્યાત્મિક વિકાસ માટે, મોક્ષપ્રાપ્તિ માટે દરેક ધર્મને પોતપોતાની સાધના-પદ્ધતિ છે. અષ્ટાંગ યોગ સાંખ્યદર્શનની સાધનાપદ્ધતિ છે જે મહર્ષિ પતંજલિના યોગદર્શનમાં વર્ણવી છે. મહર્ષિ પતંજલિની યોગપદ્ધતિની તુલનામાં સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રને જૈન યોગ કહી શકાય. જૈન ધર્મની સાધનાપદ્ધતિમાં અષ્ટાંગ યોગનાં યમ, નિયમ, આસન, પ્રત્યાહાર અને ધ્યાન આ અંગ સ્વીકારવામાં આવ્યાં છે. પ્રાણાયામનો સ્વીકાર કર્યો છે પણ મોક્ષપ્રાપ્તિ માટે અનિવાર્ય માન્યો નથી. જૈન આગમોમાં જેમ કે
મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ