________________
(૨) દર્શનાવરણીય કર્મ : વસ્તુનો ઇન્દ્રિયો અને મન દ્વારા સામાન્ય બોધ થવો તે દર્શન. જે કર્મ દર્શનનું આવરણ કરે તે.
(૩) વેદનીય કર્મ : જે કર્મ આત્માને સુખદુ:ખનો અનુભવ કરાવે તે. (૪) મોહનીય કર્મ : જે કર્મ જીવને મોહગ્રસ્ત બનાવી એની વિવેકબુદ્ધિને ભ્રષ્ટ કરે તે.
(૫) આયુષ્ય કર્મ : જે કર્મના ઉદયથી જીવ મનુષ્ય, તિર્યંચ, નારકી અથવા દેવતાનો ભવ ધારણ કરે.
(૬) નામ કર્મ : જે કર્મથી આત્માને શ૨ી૨, રૂપ, રંગ, આકૃતિ આદિની પ્રાપ્તિ
થાય.
(૭) ગોત્ર કર્મ : જે કર્મને કારણે જીવને ઉચ્ચ અને નીચ કુળ કે ગોત્ર પ્રાપ્ત
થાય.
(૮) અંતરાય કર્મ : જે કર્મને લીધે ભોગ-ઉપભોગમાં વિઘ્ન આવે તે.
આ મુખ્ય આઠ કર્મ જૈન શાસ્ત્રોમાં બતાવેલાં છે. તપ, સંયમ, ધ્યાનથી આ કર્મોનો ક્ષય કરી મોક્ષમાર્ગ તરફ ગતિ કરાય છે. અને પોતાના સંપૂર્ણ, શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરી શકાય છે. એ જ મોક્ષ છે. અને મોક્ષપ્રાપ્તિનો જે માર્ગ જે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર આ રત્નત્રયરૂપ છે એ જ યોગ છે. યોગ દ્વારા જીવાત્મા આધ્યાત્મિક વિકાસ સાધી ૫૨માત્મદશા પ્રાપ્ત કરી શકે છે.
८
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની