________________
યોગ અને મોક્ષ જૈન દર્શનમાં આત્મકલ્યાણ કરવાના અનેક માર્ગો જ્ઞાની પુરુષોએ બતાવ્યા છે. તેમાંથી જ એક માર્ગ છે યોગ. આત્માના શુદ્ધ સ્વભાવમય મોક્ષનો યોગ પ્રાપ્ત કરાવે તેનું નામ જ યોગ છે. યોગ શબ્દ 'યુજ' ધાતુ પરથી આવ્યો છે. સંસ્કૃતમાં 'યુજ' ધાતુના બે અર્થ થાય છે. એકનો અર્થ છે યોજવું; જોડવું બીજો અર્થ છે - સમાધિ – મનની સ્થિરતા. ભારતીય યોગસાહિત્યમાં ‘યોગ' શબ્દ બંને અર્થમાં પ્રયોજેલો છે. કોઈ ચિંતકોએ એનો “સમાધિ અર્થમાં પ્રયોગ કર્યો છે તો જ્ઞાનીઓએ જૈન યોગસાહિત્યમાં “સંયોજન કરવું એમ અર્થ લીધો છે. અર્થાત્ મોક્ષ સાથે યોજન, જોડાણ કરાવે એટલે તે યોગ કહેવાય છે. “મોક્ષે યોગનર્િ યો:” એમ તેની વ્યાખ્યા છે. આમ જે પ્રક્રિયા વડે આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષપદ અર્થાત્ નિર્વાણપદને પામે તેનું નામ યોગ. આ મોક્ષરૂપ પરમતત્ત્વ અલગ અલગ નામથી ઓળખાય છે. જૈન દર્શનમાં એને સિદ્ધપદ અથવા મોક્ષપદ કહે છે. કોઈ બુદ્ધ-પદ અથવા શિવપદ કહે છે. આ શબ્દભેદ છતાં પરમાર્થથી તેના સહજાત્મસ્વરૂપમાં ભેદ પડતો નથી. આવા શુદ્ધ આત્મસ્વરૂપમાં જે રમણતા કરાવે, એની સાથે જોડાણ કરાવે તે યોગ એમ એની સર્વદર્શન સંમત, સર્વમાન્ય વ્યાખ્યા છે. આત્માનું નિજ શુદ્ધ સ્વભાવ સાથે, સહજાત્મસ્વરૂપ સાથે જોડાણ થવું તે જ યોગનું પ્રગટ સ્પષ્ટ સ્વરૂપ છે. પરભાવ વિભાવમાંથી નીકળી આત્મભાવમાં સ્થિર થવું એ જ મોક્ષમાર્ગ છે. જૈન દર્શનનિર્દિષ્ટ સમ્યગૂ દર્શન, સમ્યગૂ જ્ઞાન, સમ્યક ચારિત્ર આ રત્નત્રયી એ મહાયોગ છે - એની સાધના કરીને અનંત જીવાત્માઓએ મોક્ષપ્રાપ્તિ કરી છે.
જૈન દર્શનમાં “યોગ” શબ્દ વિવિધ રીતે પ્રયોજેલો છે. જેમ અહીં આત્મસમાધિરૂપ સાધનાના અર્થમાં છે તેવી જ રીતે મન, વચન અને કાયાના વ્યાપારના અર્થમાં પણ છે. તત્ત્વર્થસૂત્રમાં ઉમાસ્વાતિજીએ યોગનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે
hય - વી - મન: યોT: T૬.શા.
અર્થ : કાયા, વચન અને મનની ક્રિયાએ યોગ છે. અર્થાત્યોગ એટલે મન-વચનકાયાની શુભાશુભ પ્રવૃત્તિ.
મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ
૧૧.