________________
વિરાગ્ય
વિચારકર્તવ્ય–વૈરાગ્યના વિષયને મુખ્ય ઉદ્દેશ સ્વવસ્તુ ઓળખવાને, તેના પર પ્રેમ ઉત્પન્ન કરાવવાનો અને પરવસ્તુ કઈ છે તેને શોધી તેની સાથે સંબંધ ઓછા કરાવી ધીમે ધીમે તે તેડી નખાવવાને છે. વસ્તુ પિતાની કઈ છે અને પારકી કઈ છે, એ સંબંધમાં બહુ બહુ વિચાર કરવાની જરૂર છે. આપણે ચાલું વ્યવહાર ઉપર આધાર રાખી શરીર, ધન કે સ્ત્રીપુત્રાદિકને પોતાનાં માનીએ છીએ. આ સર્વનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તેઓને અને આજીવને સંબંધ કે છે? કેટલું છે? કેટલા વખત સુધી છે? શા કારણોથી ઉપન્ન થયેલો છે.--એ સર્વવિચારે અધ્યાત્મના ગ્રંથમાં વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના હેતુથી બહુ મક્કમપણે, પુનરુક્તિ કરીને પણ, વારંવાર ચર્ચેલા હોય છે. વૈરાગ્યને અર્થ જ ઉદાસીનતા છે. સાંસારિક સર્વ વસ્તુઓ અને સંબંધીઓનું વાસ્તવિક સ્વરૂપ બતાવી તેઓને “પર” તરીકે ઓળખાવવામાં આવે છે. તેઓ આપણા નથી, આપણે તેઓના નથી, તેઓ સાથે સંબંધ આકસ્મિક છે. થોડા વખતને છે અને પરિણામે નિઃસંશય વિયાગ કરાવનાર છે. આ રીતિએ પરવસ્તુ પર ઉદાસીનતા ઉત્પન્ન કરવામાં આવે છે. હવે આ સર્વેમાં વાસ્તવિક શું છે તે વિચારવા યોગ્ય છે. હજારના ખરચથી બંધાવેલા મહેલે નાશ પામે છે, નાશ પામવાની સ્થિતિ પ્રાપ્ત થાય તે પહેલાં તેને બંધાવનાર ચાલ્યો જાય છે, તે ક્યાં ગયો તે કોઈ પણ શકતું નથી. પરમ પ્રિય મિત્રો, પ્રાણાધિક પત્ની, જીવથી વહાલો પુત્ર, પુત્રપ્રેમી પિતા અને વાત્સલ્યભરપૂર માતા જ્યારે સંસાર છોડીને ચાલ્યાં જાય છે ત્યારે ગયા પછી પાછાં તેઓ મિત્ર, પતિ, પિતા કે પુત્રનું શું થયું તેની સંભાળ લેવા પણ આવતાં નથી. આ હકીક્ત
જીવોના સ્નેહસંબંધની વિચિત્રતા અને અસ્થિરતા બતાવે છે. આવા પ્રકારને વૈરાગ્યભાવ ઉત્પન્ન કરવાને ' જ મુખ્ય ઉદ્દેશ આખા ગ્રંથને હોવાથી તે પર વિવેચન કરવાની જરૂર નથી. માત્ર અત્ર કહેવાનું એ છે કે વૈરાગ્યને વિષય પર વસ્તુઓ સાથે સંબંધ તેના યથાસ્થિત સ્વરૂપમાં બતાવી તેના પર લાગેલું ખે મમત્વ ત્યાગ કરવાનું શીખવે છે. આ મમત્વ ત્યાગ કરવાનું કાંઈ અકારણ કહેવામાં આવતું નથી, સકારણ કહેવામાં આવે છે. ખરી વાત એ છે કે આ જીવને સંસારમાં રઝળાવનાર મમત્વભાવ જ છે. - જેને આ જીવ પોતાનાં માને છે, જે વસ્તુઓને પોતાની માને છે, તે વસ્તુતઃ તેમ નથી. તેઓને અને
આ જીવને સંબંધ અનિત્ય છે. નજીકમાં નજીકના સ્નેહીઓ ચાલ્યા જાય છે, પ્રિયમાં પ્રિય સ્ત્રી દુર નાસી જાય છે, વહાલામાં વહાલી વસ્તુ ભાંગી જાય છે, તૂટી જાય છે, ખસી જાય છે—એ સર્વનું કારણ શું ? જે પોતાની વસ્તુ હોય તે કોઈ દિવસ પિતાની નથી એમ થવું ન જોઈએ. આ વાતમાં કેઈના બે મત પડે તેમ નથી; છતાં આપણે જોઈએ છીએ કે પિતાની માનેલી વસ્તુઓ પિતાની માટી જાય છે અને હમેશને માટે કલેશ આપે છે. ત્યારે પિતાનું શું છે તે સમજવા પ્રયાસ કરતાં પ્રથમ તે એમ જણાય છે કે જે વસ્તુઓને પોતાની માનવામાં આવે છે તે વાસ્તવિક પિતાની નથી; અને બીજું એમ જણાય છે કે પિતાની વસ્તુઓ કઈ છે તેને આ જીવ હજુ બરાબર ઓળખતું નથી. જે આ સ્વરૂપ સમજવામાં આવે તે બહુ લાભ થાય, કારણ કે પિતાનું શું છે અને શું નથી એ સ્પષ્ટ સમજાઈ જાય તે પિતાનું જે હોય તે પ્રગટ કરવા-જાળવવા પ્રયાસ થાય; એમ થતાં સાધ્ય પણ સ્પષ્ટ થાય અને સાધ્ય સ્પષ્ટ થાય તે પ્રયાસ પણ યોગ્ય રીતે યોગ્ય દિશામાં પૂર્ણ જોશ સાથે કરાય. અત્યારે તે સાધ્યના ધડા વગર નકામો પ્રયાસ બહુ થાય છે અને તેના પરિણામે જે પિતાનું નથી, તે સવિશેષપણે મેળવાય છે. પિતાનું અને પારકું સમજવાના જ્ઞાનને જૈન પરિભાષામાં ભેદજ્ઞાન કહેવામાં આવે છે. એ ભેદજ્ઞાન મેળવવાની બહુ જ જરૂર છે અને સમજાય તે તદનુસાર વર્તન કરવાની પણ તેટલી જ જરૂર છે. એકલા સમજવાથી બહુ લાભ નથી, પણ સમજીને ક્રિયા કરવાની-જ્ઞાનને વર્તનમાં મૂકવાની–બહુ જ જરૂર છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org