________________
સ્થિતિમાં–ત્યાં સનાતન ધર્મને નામે ખોટા વર્ણભેદ માટે આગ્રહ ધરાવો એ મને યોગ્ય લાગતું નથી. વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી એ લેખમાં તેઓ , ગુણકર્માનુસાર વર્ણ કરવાનું કહે છે, તેની અને આની વચ્ચે એકવાક્યતા કરી શકાય. તો પણ જન્માનુસાર વ્યવસ્થાની વર્ણવ્યવહારુ શક્યતાને પ્રશ્ન રહે છે જ, જે તેમણે કયાંઈ ચર્ચો નથી, અને જે ચર્ચા વિના સ્વીકારી શકાય તે નથી. અત્યારની વર્ણવ્યવસ્થા ગુણકર્માનુસાર બેટી પડે છે. હવે જે જન્માનુસાર વ્યવસ્થા કરવી હોય તો અત્યારની નાતે તેડી નવુ ચાતુર્વણ્ય રચવું જોઈએ, જેને પછીથી જન્માનુસાર ચલાવવાનું રહે. એવી નવી રચના શક્ય છે? અને એમ કર્યા પછી તેને જન્માનુસાર ચાલુ રાખતા ફરી અત્યાર જેવી અનવસ્થા નહિ થાય તેની ખાત્રી છે? હું માનું છું તેઓ વર્ણવ્યવસ્થાને ધર્મને વિષય ન ગણતાં સમાજશાસ્ત્રને ગણે છે તે જ
ગ્ય છે. અને સમાજવ્યવસ્થા માટે માત્ર ન્યાય કે સ્વતંત્રતાનું દૃષ્ટિબિન્દુ બસ નથી, એ એમનું કહેવું યથાર્થ છે. બીજી રીતે કહીએ તે અત્યારના સર્વ સમાજશાસ્ત્રોએ અધ્યાત્મશાસ્ત્રનું ઉપરિપણું સ્વીકારવું જોઈએ.
આશ્રમવ્યવસ્થાને તેઓ વર્ણવ્યવસ્થા કરતાં વિશેષ કરીને ધર્મને વિષય ગણે છે. જીવન પુરુષાર્થ માટે છે, માટે પુરુષાર્થની વ્યવસ્થા થવી જોઈએ. અને આથમવ્યવસ્થાથી ચારે ય પુરુષાર્થ ધર્મ અર્થ કામ મેક્ષની વ્યવસ્થા થઈ શકે છે, માટે તે ઈષ્ટ છે. છતાં તેઓ આની પણ વ્યવહારની મુશ્કેલી જુએ છે. અનેક જગાએ ચતુર્થાશ્રમ અત્યારે શક્ય નથી એમ કહે છે, અને આ વ્યવસ્થામાં પણ કંઈક ફેરફાર કરવા પડે એમ સ્વીકારે છે. પણ આ ફેરફારે શા તેની ચર્ચા નથી. હું માનું છું કે વ્યવહારની એટલી વિગત સુધી જવાને તેમને ઉદ્દેશ નથી, તેમને ઉદ્દેશ. માત્ર એ વ્યવસ્થા નીચે રહેલું પ્રજન કેઈપણ રીતે વ્યવહારમાં જીવન્ત રહે, સપ્રાણુ રહે એટલું જ છે, અને એ નહિ રહે તે માનવજીવનમાં અનેક અવ્યવસ્થા થશે તે તરફ અંગુલિનિર્દેશ કરવાને છે.
અને એમની નીતિ સંબંધી ચર્ચા જોતાં તેમને ઉપર કહ્યા તે ઉદ્દેશ વધારે સ્પષ્ટ દીસી આવે છે. નીતિશાસ્ત્રમાં અમુક કર્મ કરવું કે ન કરવું એ પ્રશ્ન નથી, પણ કર્તવ્યબુદ્ધિના સ્વરૂપનું નિરૂપણ છે. શેને લીધે કોઈ પણ કર્મ કર્તવ્ય બને છે તેનું વિવરણ છે. અને આપણે આગળ બતાવ્યું તેમ આચાર્યશ્રીએ તેની સમર્થ ચર્ચા કરી છે. આપણે આગળ જોઈ ગયા તેમ તેઓ દર્શાવે છે કે કર્તવ્યબુદ્ધિ માણસને સ્વસિદ્ધ છે, તેમાં માણસને