Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
દૂર મૂકયું. સાપ આવ્યો ત્યારે ઝેરનાં ટીપાં રાણુની છાતી પર પડયાં હતાં. તેને શામતિ લૂછવા ગયો ત્યારે મહારાજાની આંખ ઉઘડી ગઈ. તેમને શતમતિનું વર્તન જણાયું તેથી તેને મારી નાખવા વિચાર આવ્યો. પણ શાંત રહ્યા. સમય પૂરો થતાં તેને વિદાય કર્યો. ને બીજે રક્ષક સહસ્ત્રમતિ આવ્યો. તેને મહારાજાએ શતમતિને મારી નાખવા આજ્ઞા કરી. સહમતિ શતમતિને ત્યાં ગયે. ત્યારે શતમતિ નાટક કરાવી રહ્યો હત, દાન આપી રહ્યો હતે. તેને પવિત્ર ચહેરે જોઈ શતમતિ નિર્દોષ છે તેમ માની તે પાછો આવ્યો ને મહારાજાને દષ્ટાંત આપી સાહસ ન કરવા કહ્યું. તેનો સમય પર થતાં તેને જવા દીધો. ત્રીજો સંરક્ષક લક્ષમતિ આબે તેને પણ શામતિને મારી નાખવા આજ્ઞા કરી. તેણે પણ દષ્ટાંત આપ્યા. સમય થતાં તેને વિદાય કર્યો. ને ચોથે સંરક્ષક ટીમતિ આવ્યું. તેને પણ શતમતિને મારવા આજ્ઞા આપી. તેણે મહારાજાને શાંત કરવા કથા કહી. ને સમય થતાં તે ગયે.
સવાર થતાં મહારાજાએ કોટવાળને બોલાવ્યો : શતમતિને શૂળીએ ચઢાવવા, સહસ્ત્રમતિ, લક્ષમતિ, કેટીમતિને દેશ-નિકાલ કરવા આજ્ઞા આપી. કેટવાળે આજ્ઞાને અમલ કર્યો.
શતમતિને કોટવાળ શ્રેણી પર ચઢાવવા લઈ જઈ રહ્યો હતો. ત્યારે તેણે કોટવાળને મહારાજા પાસે લઈ જવા વિનંતી કરી કેટવાળ તેને મહારાજા પાસે લાવ્ય, શતમતિએ સાપના ટુકડા બતાવતા રાતની વાત કરી. તે સાંભળી મહારાજાએ શતમતિને ઈનામમાં ગામ આપ્યાં અને સહસ્ત્રમતિ, લક્ષમતિ, કેટીમતિને ઈનામ આપ્યું. પ્રકરણ અઠ્ઠાવનમું પંડિત પૃષ્ટ ૬૪૦ થ૬૪૮
એક દિવસે એક બ્રાહ્મણે સ્ત્રીચરિત્ર વિષે કહ્યું. મહારાજાએ તેને કેદ કરી સાક્ષાત્કાર કરવા ચાલ્યા. દૂર દેશ સ્ત્રીચરિત્રને સાક્ષાકાર કરી પાછા આવ્યા. બ્રાહ્મણને છે. દ્રવ્ય પણ આપ્યું.