________________
૧૨ .
મૂળશુદ્ધિ ભાગ-૧ ધનનું રક્ષણ કર્યું. અને નગરમાં પ્રવેશ્યા. “શ્રીમતીને પરણશે તેને રત્નો મળશે.” તેવું સાંભળી તેણીને વરનારાઓ-માળાઓ આવવા લાગ્યા. શ્રીમતીએ પિતાને પૂછ્યું આ બધા શા માટે આવે છે? શેઠે કહ્યું કે પુત્રી ! તારું માગું કરનારાં આવે છે. તે બોલી હે તાત ! નીતિશાસ્ત્રમાં પણ કન્યાને બીજી વાર આપવાનો નિષેધ છે.
કહ્યું છે કે...
“રાજાઓ એક વખત બોલે છે, સાધુ એક વખત બોલે છે, કન્યા એકવાર અપાય છે. આ ત્રણે એક એક વાર જ થાય છે.” !
તમારા વડે પણ હું અપાઈ ગઈ છું. જેનું ધન તમે ગ્રહણ કરી રહેલા છો; વળી દેવતાએ પણ અનુમોડ્યું છે. તેથી હું અન્યને કેવી રીતે વરું? તે જ મારો પતિ છે. શેઠે કહ્યું તે કેવી રીતે ઓળખાય ?
તે બોલી આકાશવાણી પછી ઊભી થયેલી હું તેમના પગમાં પડી ત્યારે તેમનાં જમણાં પગમાં આવું લાંછન મેં જોયું હતું. તેનાથી તે ઓળખાઈ જશે. ત્યારે શેઠે આજ્ઞા આપી કે જો એમ હોય તો હે પુત્રી ! તું સર્વ ભિક્ષાચરોને ભિક્ષા આપ. કદાચિત તે આવશે. આ બાજુ ભવિતવ્યતાના યોગે દિશાથી મુગ્ધ થયેલાં તે આર્તકમુનિ બારમે વર્ષે ત્યાં આવ્યા. શ્રીમતીએ ઓળખી લીધા. અને કહેવાનું શરૂ કર્યું.
“હા નાથ ! હા ગુણના ભંડાર ! મારા હૃદયનો આનંદ; આટલો કાળ દીનદુ:ખી અનાથ એવી મને મૂકી ક્યાં રહ્યા હતા ? | ૧૭ |
જ્યારથી માંડી મેં સ્વેચ્છાથી તમને વર્યા, ત્યારથી માંડી મારા હૃદયમાં અન્યને અવકાશ નથી.
અત્યારે મારા પુણ્ય બલવાન લાગે છે. જેથી તમે આવ્યા છો. તેથી અત્યારે મારી સાથે વિવાહ કરીને મારો હાથ ઝીલીને હે પ્રિયતમ ! દયા કરો.”
આ સમાચાર સાંભળી શેઠ આવ્યા. અને રાજાને બોલાવ્યો, તેઓએ કહ્યું, હે મહાભાગ ! ઘણીવાર કહ્યું છતાં પણ આ તમને મૂકી અન્યને મનથી પણ ઇચ્છતી નથી. અને કહે છે કે “તે મહાનુભાવ મારા દેહને કોમલ હાથથી સ્પર્શ કરે અથવા જાજવલ્યમાન અગ્નિ મને સ્પર્શે, આ મારું વ્રત છે.” ૨ના તેથી પાણિગ્રહણ-લગ્ન કરી આનો સ્વીકાર કરો.
તે મુનિ ત્યારે અવશ્ય વેદવા યોગ્ય કર્મના ઉદયથી દેવવચનનાં સ્મરણથી અને તેઓનાં આગ્રહથી શ્રીમતીને પરણ્યો. અને ભોગ ભોગવતાં તેઓને પુત્ર થયો. તે પુત્ર જયારે કાંઈક હરતો ફરતો થયો ત્યારે આદ્રકુમારે રજા માંગી કે, “હું દીક્ષા લઉ” હવે તું એકલી નથી તારે આ પુત્ર છે. તેથી તેણીએ પુત્રને ખબર પડે તે માટે પૂણી અને તકલી-ત્રાક લઈ કાંતવાનો પ્રારંભ કર્યો. ત્યારે પુત્રે કહ્યું હે માતા ! અન્ય સાધારણ માણસને પ્રાયોગ્ય કાર્ય કરવાનો કેમ પ્રારંભ કર્યો ?
તેણીએ કહ્યું, “પતિરહિત નારીને આજ વિભૂષણ છે.” તેણે કહ્યું કે “પિતા વિદ્યમાન હોવા છતાં એમ કેમ બોલે છે ?”
તેણીએ કહ્યું કે “તારા પિતા જવાની ઇચ્છાવાળા દેખાય છે.” તેણે કહ્યું કે “કેવી રીતે જાય? હું બાંધીને રાખીશ.” એમ કાલુકાલુ બોલતાં માતાના હાથમાંથી તકલી (સૂતરની આંટી) લઈ સૂતરના તાંતણા વડે પગને વિટાળીને બોલ્યો કે માતા ! “તું સ્વસ્થ થઈને રહેતું ચિંતા ન કર. આ પિતાને મેં બાંધી લીધાં છે. હવે કોઈ પણ રીતે જઈ શકશે નહિ. ત્યારે આદ્રકુમારે વિચાર્યું કે