________________
૧૦.
મૂળશુદ્ધિ ભાગ-૧ મોકલું.” એમ વિચારી પ્રશાંત અને મનોહર રૂપવાળી સર્વ રત્નમય યુગાદિદેવની પ્રતિમા તૈયાર કરી અને પેટી મધ્યે-ડાબડામાં સુરક્ષિત રીતે મૂકી; તેની આગળ ધૂપધાણીયું, ઘંટાદિ પૂજાના ઉપકરણો મૂક્યા અને તાળું મારી પોતાની મુદ્રાથી મુદ્રિત કરી. અને જયારે શ્રેણીક રાજાએ આભરણ વિગેરે ઘણું દ્રવ્ય આપીને આર્દક રાજાના પુરુષોને વિદાય કર્યા, ત્યારે તેઓને પેટી આપી. અને તેને કહ્યું કે, મારી તરફથી આદ્રકુમારને કહેજો કે “અમારી ભેટ એકાંતમાં એકલાયે સીલ તોડીને પેટી ખોલીને દેખે. પણ અન્ય કોઈને ન દેખાડે” “એમ થાઓ
એમ કહી પુરુષો નીકળ્યા. સતત પ્રયાણો વડે આદ્રપુર પહોંચ્યા. પૂર્વક્રમથી સર્વ યથોચિત કરી કુમારના ભવનમાં ગયા. અભયકુમારે જેમ કહ્યું હતું તે પ્રમાણે કહ્યું. ત્યારે આદ્રકુમાર ઓરડામાં ગયો. પેટી ખોલી તેટલામાં સ્વપ્રભાના સમૂહથી દશ દિશાઓને ઉદ્યોદિત કરતી પ્રતિમા દેખીને “અહો ! આશ્ચર્ય છે કે પૂર્વે નહિ જોયેલું આ કાંઈક છે.” તેથી શું આને મસ્તકમાં પહેરું કે કાનમાં કે કંઠમાં અથવા બાહુયુગલમાં કે હાથમાં પહેરું? આનું કાંઈ સ્વરૂપ જાણતો નથી. વળી આ કાંઈક ક્યાંય પૂર્વે જોયેલું લાગે છે, તો આ પૂર્વે ક્યાં જોયું હશે ? એમ વિચારતા ઈહા-અપોહની વિચારણા કરતા મૂચ્છથી પૃથ્વીપીઠ ઉપર પડ્યો. જાતે જ આશ્વાસન પામી કુમાર બેઠો થયો. ક્ષણ પછી જાતિ-સ્મરણ થયું અને વિચારવાનો આરંભ કર્યો.
તે આ પ્રમાણે... હું અહીંથી ત્રીજા ભવે મગધ દેશમાં વસંતપુર ગામમાં સામાયિક નામે (ગૃહસ્થ) ખેડૂત હતો. બંધુમતી મારી ભાર્યા હતી. એક વખત સુસ્થિત આચાર્ય પાસે ધર્મ સાંભળી સંસારથી વિરક્ત થયેલાએ પત્ની સાથે દીક્ષા લીધી. બન્ને પ્રકારની ગ્રહણ કરેલી શિક્ષાવાળો સંવિગ્ન સાધુઓ સાથે વિચરતો એક નગરમાં આવ્યો.
તે બંધુમતી સાધ્વી પણ સાધ્વીઓ સાથે વિચરતી તે જ નગરમાં આવી. દેખીને પૂર્વ રતિ યાદ આવવાથી તેની પ્રતિ મારો રાગ થયો. અને બીજા સાધુને કીધું. તેણે પ્રવર્તીનીને કહ્યું. તેણીએ પણ બંધુમતિને કહ્યું, ત્યારે બંધુમતિએ પણ કહ્યું.
અહો ! કર્મ પરિણતિ વિચિત્ર છે. જેથી આ ગીતાર્થ પણ આવું વિચારે છે. તેથી હે ભગવતી ! હું અન્ય ઠેકાણે જઈશ તો પણ આ સામાયિક મુનિ અનુરાગને મૂકશે નહિ. તેથી અત્યારે મારે અનશન જ યુક્ત છે.
જેથી કહ્યું છે... પ્રજ્વલિત અગ્નિમાં હોમાઈ જવું સારું પણ લાંબા સમયથી પાળેલું વ્રત ભાંગવું સારું નહિ. સુવિશુદ્ધ કર્મ કરતાં મરવું સારું, પણ શીલથી ભ્રષ્ટ થયેલાનું જીવિત સારું નહિ. ૧૯
એમ સમર્થન કરી, ભક્ત પ્રત્યાખ્યાન કરી, ગળે ફાંસો બાંધી મરી. તે સર્વ સાંભળીને પરમ સંવેગ પામેલા મારા વડે – (આર્દ્રકુમારનાં જીવ સામાયિક મુનિ વડે) વિચારાયું કે જેમ મહાભાગ્યશાળી તેણીએ વ્રત ભંગના ભયથી એ પ્રમાણે આચર્યું. વળી મારો તો વ્રત ભંગ થયેલો જ છે. તેથી હું પણ ભક્તપ્રત્યાખ્યાન કરું. એમ વિચારી ગુરુને કહ્યા વિના ભક્તપ્રત્યાખ્યાન કર્યું. મરીને દેવલોકમાં ગયો. ત્યાંથી અહીં ઉત્પન્ન થયો છું. અહા ! અરે ! સુગુરુ સામગ્રી અને સર્વવિરતિ મેળવવા છતાં કાંઈક માનસિક રાગનો અનુબંધ કરવાથી અનાર્ય થયો છું. હું અનાર્ય હોવા છતાં જેણે પ્રતિબોધ પમાડ્યો તે જ મારા ગૌરવ (ગુરુ) સ્થાને વર્તે છે. તથા “તે જ અભયકુમાર મારા