________________
મૂળશુદ્ધિ ભાગ-૧
આર્દ્રકુમારકથા
૯
સમક્તિધારી શ્રાવક ધર્મમાં ઉઘુક્ત-ઉદ્યમશીલ ।। ૧૦ । શ્રીવીરજિનેશ્વરના ચરણ-કમલનો ભ્રમર, સુસાધુજનનો ભક્ત, ઉચિત કરણમાં ઉદ્યતમતિવાળો, સાધર્મિક અને પ્રજાનો સ્નેહી ||.૧૧ ॥ ઘણું કહેવા વડે શું ? તે ગુણી છે એમ જાણી દેવોવડે પણ તેને માન અપાય છે. તે શ્રેણીક રાજાનો પુત્ર અભય નામનો રાજકુમાર છે ।। ૧૨ । જેનાં પ્રભાવથી શ્રેણીક૨ાજા નિશ્ચિંત બની સતત ભોગોને ભોગવે છે. ત્રણ લોકમાં પ્રકટ યશવાળો છે. હે કુમાર ! શું તારા વડે તે નથી જણાયો ? તને તેની ખબર કેમ ન પડી ? || ૧૩ || આ સાંભળી હર્ષના ભારથી ભરેલાં અંગવાળા આર્દ્રકુમાર વડે કહેવાયું → હે તાત ! જેમ તમારી પ્રીતિ છે. તેમ અમે પણ પ્રીતિ કરવા ઇચ્છીએ છીએ. રાજાએ કહ્યું કે હે પુત્ર ! કુલક્રમથી ચાલી આવતી પ્રીતિ પળાય તે યોગ્ય જ છે. અને કહ્યું છે }...
ગાઢ સજ્જનનો રાગ ધીરે ધીરે વધે છે અને વંશમાં પ્રસરે છે, તે સ્થવિરની જેમ થાકતો નથી પણ બમણો થાય છે.।।૧૫।
તે પુરુષો ધન્ય છે. જેઓનો અભિમુખ રાગવાળો સ્નેહ દ૨૨ોજ વૃદ્ધિ પામતો ઋણની જેમ પુત્રોને વારસામાં પ્રાપ્ત થાય છે.
ત્યાર પછી કુમારે મહંત-મોટા હોદ્દાવાળા દરબારીને કહ્યું કે પિતાશ્રી જ્યારે તમને વિદાય આપે ત્યારે તમે મને મળજો. તેણે કહ્યું એ પ્રમાણે કરીશ. ત્યાર પછી તે મહંત / મંત્રી રાજપુરુષે દેખાડેલા મહેલમાં રહ્યો, રાજાએ પણ રત્ન-મુક્તાફળ-વિદ્રુમ વિગેરે પ્રધાન ભેટણાઓ તૈયાર કરાવ્યા. ત્યાર પછી અન્ય દિવસે વસ્ત્ર આભરણ વગેરેથી સન્માન કરી ભેટ યુક્ત નિજપ્રધાન પુરુષો સાથે વિસર્જન કરાયેલો મહંત આર્દ્રકુમાર પાસે ગયો ને વિદાય વૃત્તાંત કહ્યો.
આર્દ્રકુમારે પણ મોટા મોટા મુક્તાફળ, તેજસ્વી મહારત્ન વગેરે ભેટણાઓ આપીને સંદેશો આપ્યો કે મારા તરફથી (વચનથી) અભયકુમારને કહેજો કે તારી સાથે આર્દ્રકુમાર પ્રીતિ કરવા ઇચ્છે છે. એમ કહી વિદાય કરાયેલા મહંતે સતત શુભ પ્રયાણો વડે રાજગૃહી નગરી પ્રાપ્ત કરી... પ્રતિહાર વડે નિવેદન કરાયેલો અંદર પ્રવેશ્યો અને પ્રણામ પૂર્વક બેઠો. આર્દ્રક રાજાના પ્રધાન પુરુષોએ ભેટો સમર્પણ કરી, અભયને પણ આર્દ્રકુમારે મોકલેલા ઘરેણાં/ભેટણાઓ આપ્યા. તે દેખીને “વાહ ! સુંદર છે.” એમ કહેતા શ્રેણીક વિગેરે વિસ્મય પામ્યા ! આર્દ્રકુમારનો સંદેશો કહ્યો. જિનવચનના કૌશલ્યથી સ્વચ્છ બુદ્ધિવાળા અભયે વિચાર્યું કે ખરેખર આ ભવાંતરમાં જરાક વિરાધેલ સંયમવાળો અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છે. પરન્તુ નજીકમાં મોક્ષે જવાવાળો છે. તેથી મારી સાથે પ્રીતિ કરવાની ઇચ્છા કરે છે. અભવ્ય-દુર્ભવ્ય અને ગુરુ-ભારેકર્મવાળાને મારી સાથે મૈત્રી કરવાનો મનોરથ પણ ન સંભવે.
જેથી કહ્યું છે....
“સરખા સ્વભાવના લીધે અને ફળ હેતુથી પ્રાયઃ કરીને સમાન પુણ્ય પાપવાળા જીવોની મૈત્રી (પ્રીતિ) થાય છે.”
તેથી કોઈ પણ ઉપાયથી જિનધર્મમાં પ્રતિબોધ કરીને શ્રેષ્ઠ મૈત્રીભાવ પ્રગટ કરું! કેમકે “પ્રમાદરૂપ અગ્નિથી બળતાં એવાં ભવગૃહમાં મોહ નિદ્રાથી સુઈ રહેલાં આત્માને જગાડે તે તેનો પરમબંધુ છે.”
“કદાચ જિનપ્રતિમાના દર્શનથી જાતિસ્મરણ થશે; તેથી ભેટના બ્હાને ભગવાનની પ્રતિમા