________________
મૂળશુદ્ધિ ભાગ-૧
સુરૂપવાળી, વિજ્ઞાન, વિનય, સમ્યક્ત્વ, સત્ત્વ અને ચારિત્રયુક્ત, સૌભાગ્યથી ગર્વિષ્ઠ, પાંચ અણુવ્રત અને ગુણવ્રત ધારણ કરનારી તેમજ રાજાને ઘણી જ પ્રિય છે ! તેમાં સુનંદાને અભયકુમાર નામે પુત્ર છે. જે પોતાની બુદ્ધિનાં માહાત્મ્યથી બૃહસ્પતિનો તોલ કરનાર પાંચસો મંત્રીનો પ્રધાન, સંપૂર્ણ મહારાજ્યનો ભારવહન કરવામાં અતિ ઉત્તમ બળદ સમાન છે. પાંચ પ્રકારનાં મન અને ઇન્દ્રિય સંબંધી વિષયસુખ અનુભવતા, ધર્મ અને અર્થને ઉપાર્જન કરતા, શ્રી શ્રમણસંઘનીં પૂજામાં તત્પર રહેતાં, વીર પ્રભુની આરાધના કરતાં તેઓનો કાળ પસાર થઈ રહ્યો છે.”
८
આ બાજુ સમુદ્ર મધ્યે રહેલો આર્વક નામનો દેશ છે. તેમાં આર્દ્રકપુર નામનું નગર છે. ત્યાં પ્રણામ કરતાં અનેક મોટા સામંત-ખંડિયા રાજાના મસ્તકના મુકુટ મણિયોથી સાફ કરાયેલ પાદ પીઠવાળો આર્દક નામે રાજા છે. તેને રૂપાદિ ગુણગણથી દેવસુંદરીનો તિરસ્કાર કરનારી આર્દ્રકા નામની રાણી છે. તેઓનો પ્રધાન હારની જેમ હારમાં ગુણ-દોરો હોય છે, ઝેર વગેરેની પીડાતાપનો નાશ કરે છે, સત્ સુંદરકાંતિનું સ્થાન, સુંદર એકદમ ગોળાકાર પ્રધાન એક જ હાર હાથમાં આવતા અનેક નરનારીને આશ્વાસન મળે છે, ભેળસેળ ન હોવાથી તેમા કશી ખોટ હોતી નથી. તેઓ ગુણસમૂહનો આવાસ, પ્રાણીઓના સંતાપનો નાશ કરનાર, સુંદર કાંતિનો નિવાસ, સદાચારનો આશ્રય, ઘણાં નરનારીઓનાં હૃદયને આશ્વાસન આપનાર, અતિશુદ્ધપણાથી દોષરહિત આર્દ્રકકુમાર નામે પુત્ર છે અને તે જન્માંતરમાં ઉપાર્જિત વિશિષ્ટ સુખને અનુભવતો રહેલો છે.
આ બાજુ શ્રેણિક રાજા અને આર્દ્રક રાજાની પૂર્વપુરુષની પરંપરાથી આવેલી પ્રીતિનાં પાલન
માટે દ૨૨ોજ પરસ્પર પ્રધાન ભેટ-સોગાત મોકલવા વડે કાળ પસાર થાય છે.
એક વખત શ્રેણીક રાજાએ મોકલેલો મોટો દરબારી (મંત્રી) આવ્યો અને તેણે પ્રતિહારને મોકલી નિવેદન કરાવ્યું કે હે દેવ ! શ્રેણિક રાજાનો પ્રતિનિધિ દ્વાર ઉપર ઊભો છે. તે સાંભળી સ્નેહરસને ધારણ કરતાં પ્રગટ ભેદાતાં રોમાંચ કચ્ચુકવાળા રાજા વડે કહેવાયું કે “જલ્દી પ્રવેશ કરાવ” એ પ્રમાણેના વચન પછી મંત્રીએ તરતજ પ્રવેશ કર્યો. પ્રણામ કરી, આપેલાં આસન ઉપર બેઠો. રાજાએ યથોચિત તાંબૂલ વિગેરે આપવા વડે તેને સન્માનિત કરી અને કીધું કે ઓ ! પ્રતિનિધિ ! સપરિવાર મહારાજા શ્રેણિક કુશલ છે ? તેણે કીધું કે દેવ ! કુશલ છે. ત્યાર પછી પ્રતિનિધિએ શ્રેષ્ઠ વસ્ત્ર, કાંબલ, નિંબપત્ર, ચંદરવો વિગેરે ઉપહાર રાજાને સમર્પિત કર્યા. અને તે દેખી રાજાએ કહ્યું કે શ્રેણીક રાજાને મૂકી અમારે અન્ય કોણ પરમ બાંધવ છે ? ત્યારે પોતાના પિતાના અત્યંત સ્નેહ સંભ્રમ સારવાળા વચનો સાંભળીને આર્દ્રકુમારે કીધું કે તાત ! આ શ્રેણીક મહારાજ કોણ છે ? તેથી રાજાએ કીધું કે હે પુત્ર ! મગદેશનો અધિપતિ પોતે મહાશાસનવાળો રાજા છે અને તેની સાથે આપણી કુલક્રમથી આવેલી ગાઢ પ્રીતિ છે. અને તેનો આ પ્રતિનિધિ ભેટણાઓ લઈ આવેલો છે. ત્યારપછી પ્રતિનિધિને ઉદ્દેશી આર્દકકુમારે પૂછ્યું ભો ! તમારા સ્વામીને કોઈ યોગ્ય પુત્ર છે ? તે સાંભળીને હર્ષપૂર્વક મહંતે કીધું. તે શ્રેણીક રાજાને અભયકુમાર નામે રાજપુત્ર છે.
આ અભયકુમાર ઔત્પાતિક વિગેરે ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત, પાંચસો મંત્રીઓનો સ્વામી, શૂર, સરળ, સુભગ પ્રિય બોલનાર, પહેલાથી બોલાવનાર એટલે નમ્ર હોવાથી સામેથી બોલાવનાર ॥ ૮ II દક્ષ, કૃતજ્ઞ, જ્ઞેય શાસ્રમાં પારંગત, કલાકુશલ, વિજ્ઞાન, વિનય, લજ્જા, દાન, દયા, શીલથી યુક્ત | ૯ | અંત્યંત શોભાયુક્ત, સુરૂપ, પદાનુસારીલબ્ધિવાળો, ઉત્તમ લક્ષણવાળો, ધીર, નિશ્ચલ