________________
મૂળશુદ્ધિ ભાગ-૧ તપ વિગેરે કરવું ન કલ્પે, કારણ કે ઘણાં લોકોનું કાર્ય અજ્ઞાનથી ઊભું થયેલું હોય છે. ॥ ૬ ॥ સમ્યક્ત્વનાં આલાવામાં કહ્યું છે.. આજથી માંડી અન્યદર્શનીઓને કે અન્યતીર્થિકનાં દેવતાને અથવા અન્યતીર્થીકોવડે ગૃહીત જિનચૈત્યને વંદન કરવું, નમસ્કાર કરવો, બોલાવ્યા વિના પહેલાં બોલવું, તેઓને અશન પાન ખાદિમ સ્વાદિમ દેવું, અનુપ્રદાન કરવું, તેઓને સુગંધિમાલા વિગેરે આપવું ન કલ્પે. આ પ્રમાણે આવશ્યક સૂત્રમાં રહેલાં પ્રત્યાખ્યાન અધ્યયનમાં કીધું છે.
તથા આ પણ ન કલ્પે-મિથ્યાદ્રષ્ટિઓનાં લૌકિક તીર્થોમાં - વારાણસી, ગયા વિગેરે લૌકિક તીર્થોમાં જઈને સ્નાન, દાન, પિતાનિમિત્ત કલ્પેલ ભાતરૂપ પિંડમાં પાણી વિગેરે નાંખવું તે રૂપ પિંડપ્રદાન; અગ્નિમાં આહુતિ નાંખવારૂપ હવન; તપ = તીર્થોપવાસ વિગેરેનું કરવું. (ચ સમુચ્ચયમાં છે.) (સ્નાનાદીનિ ‘ડમરૂકમધ્ય ગ્રન્થિ’ ન્યાયથી ઉભયમાં જોડાય છે. એથી લૌકિક તીર્થોમાં તેમ જ સંક્રાન્તિમાં અને ચંદ્રગ્રહણ વગેરેમાં સ્નાનાદિ ન કલ્પે. સંક્રાંતિ=સૂર્યનું અન્ય રાશિમાં સંક્રમણ; ચન્દ્રગ્રહણ-ચંદ્રવિમાનને જ્યારે રાહુ વિમાન આવરે અહીં ‘ચ' શબ્દથી સૂર્યગ્રહણ, અમાવસ્યા, ભયંકર ઉત્પાત વિગેરે જાણવા.
શંકા - આ કેમ ના કલ્પે ?
સમાધાન - ઘણાં લોકોના પ્રવાહથી થતું કાર્ય ગાડરિયા પ્રવાહની જેમ અજ્ઞાન સ્વરૂપ છે માટે. તામ્રભાજન હારેલ બ્રાહ્મણ
જેમ કોઈ બ્રાહ્મણ તળાવમાં ગયો અને તે ન્હાવા માટે ઉતરવાની ઇચ્છાવાળો હાથમાં રહેલાં તાંબાના વાસણને એક ઠેકાણે મૂકી ઓળખાણ માટે ઉપર રેતીનો ઢગલો કરીને તળાવમાં પ્રવેશ્યો.
આ બાજુ જાત્રા માટે આવેલા લોકો વિચારવા લાગ્યા “જેમ આ લાંબી ચોટીવાળો બ્રાહ્મણ વિદ્વાન વેદ જાણનાર-ઘણું જાણનાર એ પ્રમાણે કરે છે.” તેથી લાગે છે કે એમ કરવામાં મોટું ફળ પ્રાપ્ત થતું હશે.” તેથી સર્વ લોકો રેતીનો ઢગલો કરીને સ્નાન માટે ઉતર્યા અને તે બ્રાહ્મણ સ્નાન કરી નીકળેલો જ્યારે તાંબાના વાસણવાળા ઢગલાને દેખવા જાય છે. ત્યારે કરેલા અને કરાતા ઘણા ઢગલાઓ દેખે છે. તેથી પોતાનાં ઢગલાને નહિં જાણતો એટલે કે નહિં ઓળખવાથી દુ:ખી થયો. ત્યારે મિત્રે કીધું કે હે મિત્ર ! ધર્મનો અર્થી તું ઘરેથી આવેલો અને અહીં તીર્થમાં ન્હાઈને આવ્યો તો હમણાં અચાનક ખેદ કેમ પામ્યો ?
ત્યારે તેણે કહ્યું લોક ગતાનુગતિક છે, પણ લોકો વાસ્તવિકતા જાણતા નથી. તું લોકની મૂર્ખતા. દેખ. જેથી મેં તામ્રભાજન ખોયું. (૧૪) આવો લોકનો પ્રવાહ છે. એ પ્રમાણે બે ગાથાનો અર્થ થયો. || ૫ || || ૬ ॥
હવે સમક્તિનાં જ ભૂષણ વિગેરે કહેવાની ઇચ્છાવાળા પદ્ય દ્વારા ઉત્કેપને = મુખ્ય પદાર્થને કહે છે...
पंचेव सम्मत्तविभूसणाइं, हवंति पंचेव य दूसणाई ।
નિરૂં પંચ = (q) ૩ સદ્દદ્દાળ, છ વિડિયા છે— વંતિ વાળા ગા
ગાથાર્થ → સમક્તિનાં આભરણ સરખા પાંચ ભૂષણ છે. વિકૃતિ ઉત્પન્ન કરનારાં પાંચ દૂષણ છે. પાંચ લિંગ છે. ચાર શ્રદ્ધા સ્થાન છે. એટલે જેઓ વડે વિદ્યમાન સમક્તિની શ્રદ્ધા કરાય છે. પ્રાકૃત હોવાથી એક વચન નિર્દેશ કર્યો છે. છ અપવાદો-છૂટ છે. છ સમક્તિના સ્થાન છે.