________________
‘યામ્ અભિનન્તયન્ત'
==
મૂળશુદ્ધિ ભાગ-૧ આનાથી “સમ્યક્ત્વની શુદ્ધિ વિગેરે કહીશ” એમ સૂચવ્યું છે. તે સમ્યક્ત્વ નિસર્ગ અને અધિગમથી થાય છે. તેમાં દુષમકાળના લોકો ગાઢ મિથ્યાત્વમળના પડલથી અવરાયેલા હોવાથી તેઓને નિસર્ગ-સહજતાથી સમક્તિ પ્રાપ્ત થવું મુશ્કેલ છે. ગુરુ ઉપદેશથી અત્યારે પ્રાયઃ કરીને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે માટે ગુરુ ઉપદેશ જ શરૂઆતમાં કહે છે. जिणाण धम्मं मणसा मुणेत्ता, सो चेव वायाऍ पभासियव्वो । काएण सो चेव य फासियव्वो, एसोवएसो पयडो गुरूणं ॥२॥
ગાથાર્થ → જિનનો ધર્મ મનથી જાણી તે જ વાણીથી કહેવાનો છે અને કાયાથી તે જ સ્પર્શવો જોઈએ. આ ગુરુનો પ્રગટ ઉપદેશ છે.
જિના : રાગાદિ શત્રુનો જય પામેલા – તેઓનો ધર્મ-શ્રુત અને ચારિત્રરૂપે છે. ત્યાં દુર્ગતિમાં પડતા પ્રાણીસમૂહને રોકી રાખવાથી અને સુગતિમાં ધારવાથી ધર્મ કહેવાય છે. કીધું છે કે... દુર્ગતિ ભણી આગળ વધેલાં (ધસી રહેલાં) પ્રાણીઓને જેનાથી ધારણ કરાય છે. ત્યારપછી તેઓને શુભસ્થાનમાં ધારે તે કારણથી તે ધર્મ કહેવાય છે.
૪
એથી તેને (ધર્મને) મનથી માની-જાણી એટલે માત્ર કાનથી સાંભળી લેવાથી કશું ન વળે, તેમજ વચનથી બીજાની આગળ કહેવો. તત્ શબ્દ પૂર્વે કહેલ ધર્મનો વાચક છે. એવ શબ્દ અવધારણજકારમાં છે. તે અવધારણ આ પ્રમાણે કરાય છે. જિનધર્મ જ કહેવો જોઈએ,” પણ બૌદ્ધ, સાંખ્ય વિગેરેના ધર્મને ન કહેવો.
જેથી પરમગુરુ વડે શ્રાવકવર્ણકમાં કહેવાયું છે કે...
હે દેવાનુપ્રિય ! નિગ્રંથ પ્રવચન આ અર્થ છે, પરમાર્થ છે, શેષ અનર્થક છે. “મનથી શ્રદ્ધા કરી વચનથી કહેવો” આના વડે શ્રુતધર્મ કહ્યો, કારણ કે તે વાણીનો વિષય છે. સર્વજ્ઞ ભાષિત જે પ્રવચન છે તે જ્યારે વચન-મનનો વિષય બને ત્યારે શ્વેત ધર્મ, મનથી પણ તે જ શબ્દોની વિચારણા કરવી પડે છે, શરીરથી તે જ ધર્મ આચરવો જોઈએ.
અહીં પણ તત્ શબ્દ પૂર્વની જેમ ધર્મ વાચક છે. ‘ચ' તે સમુચ્ચયમાં જાણવો. ‘એવ' તે અવધારણ ‘જકાર’માં છે અને કાયામાં આવે ત્યારે ચારિત્ર ધર્મ બને છે. આના વડે ચારિત્રધર્મ કીધો. કારણ તે ક્રિયારૂપ છે.
બીજો ‘ચકાર' નહિ કહેલાના સંગ્રહ માટે છે. તે શરૂઆતમાં આગમ સાંભળવું, પછી મનન કરવું પછી શેષ આચરણ વિગેરે કરવું.” આનો સમુચ્ચય કરે છે. આ તરત કહેલો ઉપદેશ યથાવસ્થિત શાસ્ત્રના અર્થની પ્રરૂપણા કરનારાં ગુરુઓનો પ્રસિદ્ધ છે.
આદિમાં આગમ શ્રવણ કરવું. તેનું કથન કર્યું; હવે તે મહાકલ્યાણકારી છે. તે કહે છે... सिद्धंतसाराइँ निसामयंता, सम्मं सगासे मुणिपुंगवाणं ।
पावेंति कल्लाणपरंपराओ, गुणंधरा हुंति वयंति सिद्धिं ॥ ३ ॥
ગાથાર્થ → સર્વશ પ્રભુએ ભાખેલા સૂક્ષ્મપદાર્થોને વિનયાદિ ક્રમથી પ્રવચન ધુરંધર પાસે સાંભળતા (જીવાત્મા) કલ્યાણપરંપરા પામે છે, અને ગુણધારી બની સિદ્ધિ પામે છે.
વિનયવાળા મુનિને સૂરિઓ શ્રુત આપે તેમાં શું આશ્ચર્ય ? સુવર્ણના થાળમાં કોણ ભિક્ષા ન આપે ? દુર્વિનીત શિષ્યને વિનય કરવાનો કશો પણ ઉપદેશ કોઈ આપતું નથી. કપાયેલા કાન