________________
મૂળશુદ્ધિ ભાગ-૧ અને હાથવાળાને આભરણો પણ નથી અપાતા. (૯/૧૦)
પ્રવચન - શાસનની ધુરા ધારનારા સૂરિઓ પાસે શ્રુત સાંભળનારને ઉત્તરોત્તર શુભ પરંપરા પ્રાપ્ત થાય છે.
...જિનવાણી બુદ્ધિની મૂઢતા હરે છે. કુમાર્ગનો છેદ કરે છે. સંવેગને પ્રાપ્ત કરાવે છે. અનુરાગ ઉત્પન્ન કરે છે. ઘણો હર્ષ આપે છે. જિનવચન સાંભળવાથી એવું શું છે કે જે ન આપે ?. (૧૧)
કલ્યાણ પરંપરાને પ્રાપ્ત કરનારા પ્રાણીઓ જ્ઞાનાદિક અને સાત્તિ વગેરે ગુણોને ધારણ કરનારા થાય છે. ગુણંધરા અહીં પૂર્વ પેઠે અનુસ્વાર પ્રાકૃત હોવાથી થયો છે અને ગુણધરા-ગુણધારી થઈ મોક્ષમાં જાય છે. ૩ | સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉપાય કહીને તેનો સ્વીકારવાનો કમ ગાથા વડે કહે છે.
समणोवासगो तत्थ, मिच्छत्ताओ पडिक्कमे ।
दव्वओ भावओ पुट्वि, सम्मत्तं पडिवज्जइ ॥ ४ ॥ ગાથાર્થ ને ત્યાં શ્રાવક મિથ્યાત્વથી પાછો હઠી પ્રથમ દ્રવ્ય અને ભાવથી સમક્તિને સ્વીકારે છે, શ્રમ કરે તે શ્રમણ. તેઓનો ઉપાસક-સેવક-તે શ્રમણોપાસક,
તથા “ભક્તિભાવથી ભરેલાં અંગવાળો શ્રતધર્મનો અર્થી ત્રણે કાલ દરરોજ જે યતિને સેવે છે. તેને શ્રમણોપાસક” = શ્રાવક કહેવાય છે. (૧૨) તત્ય - તત્ર શબ્દ ઉલ્લેપ = ઉમેરાના અર્થમાં છે.
મિથ્યાત્વ : અદેવાદિમાં દેવત્વાદિની શ્રદ્ધા કરવી તે. એટલે અદેવને દેવ, અસાધુને સાધુ, અતત્ત્વને તત્ત્વ એમ વિપરીત બુદ્ધિના કારણે તે મિથ્યાત્વ કહેવાય. (૧૨)
| મિથ્યાત્વથી પાછું જવું. એટલે દ્રવ્યથી બાહ્યવૃત્તિથી મિથ્યાત્વના કાર્યનો ત્યાગ કરવો એટલે તત્સંબંધી આચરણ છોડી દેવા અને ભાવથી એટલે તેનો ચિત્તમાં સ્વીકાર ન કરવાથી મિથ્યાત્વ વિપરીત સમક્તિનો અણુવ્રતની પૂર્વે સ્વીકાર થાય | કરાય છે. “કાકાલિગોલક” ન્યાયથી પૂર્વ શબ્દનો દ્રવ્યતઃ ભાવતઃ ઉભયમાં સંબંધ જોડાય છે; તેથી દ્રવ્યથી ચૈત્યવંદનાદિ ક્રિયા કરવાથી અને ભાવથી એકાગ્ર ચિત્તથી અણુવ્રતની પૂર્વે સમ્યકત્વને (શ્રાવક) સ્વીકારે છે. એ પ્રમાણે શ્લોકનો અર્થ થયો. | ૪ || સમક્તિ સ્વીકારનારને જે જે ન કહ્યું તેને બે ગાથા વડે કહે છે.
न कप्पए से परतित्थियाणं, तहेव तेसिं चिय देवयाणं । परिग्गहे ताण य चेइयाणं, परभावणा-वंदण-पूयणाइं ॥ ५ ॥ लोगाण तित्थेसु सिणाण दाणं, पिंडप्पयाणं हुणणं तवं च ।
संकंति-सोमग्गहणाइएसुं, पभूयलोगाण पवाहकिच्चं ॥६॥ ગાથાર્થ – પરતીર્થિકોને વંદનાદિ કરવા ન કલ્પે એ પ્રમાણે સંબંધ છે. સમદ્રષ્ટિએ અન્યદર્શનીઓને વંદન કરવા નહિ. અન્યદર્શની-મિથ્યાદષ્ટિઓ અને એમનાં દેવોને કે એમનાં દ્વારા કલ્પે કરાયેલાં જિનચૈત્યોની પ્રશંસા-પ્રણામ-પૂજા-સ્નાત્ર-યાત્રા વિગેરે ન કરવું ૫
લૌકિક તીર્થોમાં અને સંક્રાન્તિ-ચન્દ્રગ્રહણ વિગેરેના અવસરે સ્નાન, દાન, પિડપ્રદાન, હવન