________________
મૂળશુદ્ધિ ભાગ-૧
પ્રશ્ન – “વ્યનુનિ - વાઘ” વગેરે કર્મ હોવાથી દ્વિતીયા વિભક્તિ થાય, તેથી અનુસ્વાર આવવો જોઈએ ને ?
જવાબનીયા લોવમ ભૂયા ય આણિય” ઈત્યાદિ પ્રાકૃતના સૂત્ર-લક્ષણથી અહીં અને આગળ પણ = અનુસ્વારનો લોપ થયેલો જાણવો, મૂળગાથા - તથા તેની સ્તુતિ કરતાં તથા તેમાં કહેલ અનુષ્ઠાન કરવાથી પ્રાણીઓ આનંદ પામે છે. એટલે કે તેઓ મનુષ્ય દેવ અને અપવર્ગનાં સુખસમૃદ્ધિની પ્રાપ્તિથી સમૃદ્ધ બને છે. આ પદાર્થ કહ્યો. પદવિગ્રહ પણ પદાર્થની સાથે કહી દીધો હોવાથી જુદો કહેતાં નથી.
અત્યારે “ચાલના = શંકા, પ્રત્યવસ્થાન = સમાધાન” સાથે જ કહેવાય છે. સર્વજ્ઞ જિનેન્દ્ર જિનચંદ્ર એમ ત્રણ પદો શા માટે ગ્રહણ કર્યા? સર્વજ્ઞ કહેવાથી જિનની પ્રાપ્તિ થઈ જાય છે, કારણ કે સર્વ અત્યંતર શત્રુના વિજય વડે જ સર્વજ્ઞનું સર્વજ્ઞપણું ઉપપન્ન થઈ ઘટી શકે. આવી શંકા ન કરવી, કારણ કે વિષ્ણુ, શંકર, બ્રહ્મા, વિગેરેને પણ બીજાઓ સર્વજ્ઞ તરીકે સ્વીકારે છે. તો પણ તેઓની વાણીમાં શ્રદ્ધા ના થાઓ ! એથી તેનાં નિષેધ માટે જિનપદ ગ્રહણ કર્યું છે. તેઓના આંતરશત્રુ નાશ નથી પામ્યા, તો પછી સર્વજ્ઞ જિન આટલું રાખોને ઇન્દ્ર પદ વધારાનું લાગે છે કારણ કે સર્વજ્ઞ જિનો શેષ દેવોની અપેક્ષાએ ઇન્દ્ર છે જ, વાત સાચી છે, પરંતુ સામાન્ય કેવલીઓ પણ સર્વજ્ઞ જિન સાથે આવ્યભિચારી છે, તેથી તીર્થંકરની પ્રતીતિ માટે ઇન્દ્ર પદનું ઉપાદાન કરેલ
જો એમ હોય તો સર્વશે આટલું જ રાખો જિન એ નકામું છે, સર્વન્દ્ર અન્તરશત્રનાં વિજયથી જિન તો હોય જ છે. આ બરાબર છે. પરંતુ શિવ વિષ્ણુ બ્રહ્માને પણ તે પક્ષવાળાઓએ સર્વન્દ્ર તરીકે સ્વીકારેલાં છે. તેનાં નિષેધ માટે જિનપદ મૂક્યું છે. એ પ્રમાણે તો “સર્વશ એ પદ ફોગટ થશે. કારણ કે જિનેન્દ્ર સર્વજ્ઞથી ભિન્ન નથી.
સાચી વાત છે, પરંતુ શ્રુત-સામાન્ય અવધિજ્ઞાની અને ઋજુમતિમન:પર્યવજ્ઞાની રૂપ જિનની અપેક્ષાએ પરમાવધિ, વિપુલમતિ મન:પર્યવજ્ઞાની રૂપ જિનેન્દ્ર હોવાથી તેઓમાં સંપ્રત્યય ન થાય એટલે કે “તેઓ જિનેન્દ્ર છે” એવો દૃઢ વિશ્વાસ ન થાય માટે સર્વપદ મૂક્યું છે. એમ અન્ય ઠેકાણે પણ ચાલના અને પ્રત્યવસ્થાના વિચારી લેવાં.
અહીં “વન્દામિ' ઇત્યાદિ નમસ્કાર પાપપંક ધોનાર હોવાથી મંગલરૂપે છે અને મંગલ વિજ્ઞનાશક હોવાથી “વિઘ્ન દૂર થાય છે” એમ કીધું. ઐહિક પ્રયોજન શ્રોતાને શાસ્ત્ર બોધ છે અને કર્તાનું ઐહિક પ્રયોજન સત્ત્વનો ઉપકાર, પરલોક સંબંધી પ્રયોજન ઉભયની સ્વર્ગ-અપવર્ગની પ્રાપ્તિ છે, તે અહીં “નન્દન્તિ' આ પદ વડે પ્રતિપાદન કરેલું જાણવું, (આનંદ પામે છે, એ ક્યારે બને - જો તેને સારી ગતિ મળે તો જ શક્ય છે.) વળી આ પ્રકરણનું અભિધેય સમ્યકત્વની શુદ્ધિ વિગેરે છે, તે “અભિનન્દન્ત” પદથી જણાવી છે. (પ્રભુબિમ્બ જોઈ હરખાવું એનાથી સમક્તિની નિર્મળતા જણાઈ આવે છે.) આ કથનથી આગમ વિજ્ઞ નાશ કરનાર છે તેથી વિપ્નની શંકા દૂર થાય છે. કુર્વન્તપદથી તદુક્ત અનુષ્ઠાન કરવાનું દર્શાવવા દ્વારા અભિધેય કહેવાયું છે. એમ બને પદો દ્વારા અભિધેય કહ્યું.
વચનરૂપને પામેલ આ શાસ્ત્ર તે ઉપાય છે અને દર્શન શુદ્ધિ વિગેરે ઉપેય હોવાથી ઉપાયોપેય સ્વરૂપ સંબંધ સામર્થ્યથી કહેલો જાણવો. આ પ્રમાણે પ્રથમ ગાથાનો અર્થ થયો. ૧ાા.