Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 13
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવતાને નમસ્કાર કરે છે.” આવી શિષ્ય પરંપરાનું પાલન કરવું તે પણ ન્યાય યુક્ત છે. કારણ કહેવાય છે કે “શિષ્ટ પરંપરાના પાલન વિના કરાતી સુંદર શામ રચનાની પણ વિદ્વાનો પ્રશંસા કરતાં નથી. માટે તે પરંપરાનું સારી રીતે પાલન કરવું જોઈએ.” અને તેનાં પ્રતિપાલન માટે પહેલાં જ નમસ્કાર કહે છે वंदामि सव्वन्नुजिणिदवाणी पसनगंभीरपसत्थसत्था । जुत्तीजुया जे अभिनंदयंता नंदति सत्ता तह तं कुणता ॥१॥ ગાથાર્થ ને પ્રસન્ન ગંભીર અને પ્રશસ્ત શાસ્ત્રમય સર્વજ્ઞ-જિનેન્દ્રની વાણીને હું વંદન કરું છું. આ યુક્તિયુક્ત જિનવાણીનું અભિનંદન કરનાર અને પાલન કરનાર આત્માઓ આનંદ પામે છે. તે વ્યાખ્યા સંહિતા વિગેરેના ક્રમથી થાય છે. જે કારણે કીધું છે... શરૂઆતમાં વિદ્વાન પુરુષો અહીં પદોમાં સમુદિત પદવાળી સંહિતા કહે છે. ત્યાર પછી તે પદ અને પછી પદોનો અર્થ અને પછી પદોનો વિગ્રહ કહે છે, પછી નિપુણ તાર્કિકો વડે કહેવાયેલ શંકાઓ અને સમાધાન બતાવે છે. એ પ્રમાણે પંડિત પુરષોને માન્ય સુત્ર વ્યાખ્યા છ પ્રકારે થાય છે, પણ - ત્યાં સ્કૂલના વિના (એક સાથે) પદોનું ઉચ્ચારણ કરવું તે સંહિતા કહેવાય છે. “સર્વજ્ઞ, જિનેન્દ્રની, વાણીને, વાંદુ છું.” આમ છુટા છુટા પદોનું કહેવું છે તે પદ. પદાર્થ એટલે વન્દ = સ્તુતિ કરું છું; કોને - સર્વજ્ઞ જિનેન્દ્રની વાણીને સર્વજ્ઞ = સર્વ સમસ્ત સ્વપર પર્યાયના ભેદથી ઘણા પ્રકારના પદાર્થ સમૂહને જાણે છે તે, એટલે કે સર્વ જાણનાર, જિન = રાગાદિ શત્રુને જીતનાર એટલે સામાન્ય કેવળીઓ તેઓના ઇ-નાયક તે જિનેન્દ્ર, ઇન્દનાતુ = આઠ મહાપ્રાતિહાર્ય વિગેરે ઐશ્વર્યથી યુક્ત હોવાથી ઈન્દ્ર એટલે તીર્થકર સર્વજ્ઞ એવાં જિનેશ્વર તેઓની વાણી અંગ, અંગબાહ્ય વિગેરે અનેક પ્રકારની છે. વળી તે કેવી છે ? પ્રસન્ન-સુખપૂર્વક સમજી શકાય તેવી, ગંભીર = દણ જીવાદિ ગંભીર પદાર્થના કારણે બીજાઓવડે પાર ન પામી શકાય તેવી ગંભીર જીવ-અજીવધર્માસ્તિકાય વગેરેનું ઉંડાણ ભરેલુ જ્ઞાન એમાં કહેલું છે. હિંસાદિનું નિવારણ કરનાર હોવાથી પ્રશસ્ત શાસવાળી અથવા પ્રસન્ન એટલે ક્રોધાદિના જયથી ઉત્તમ ઉપશમરસવાળા ગંભીર = શ્રુતકેવલી હોવાથી અન્ય વડે જેનાં મધ્ય ઊંડાણની પ્રાપ્તિ ના થઈ શકે તેવા અને સમસ્ત મંગલના આવાસભૂત એવા ગણધર ભગવતોએ જે વાણીને ગૂંથી છે; એવી યુક્તિયુક્ત જિનવાણીને હું વાંદુ છું. નહિ કે પુરાણાદિની જેમ માત્ર આજ્ઞાસિદ્ધા; એટલે કે “આ તો સર્વ ઇશ્વરની લીલા છે.” એમાં આપણે કોઈ યુક્તિ લગાડવાની નથી. પુરાણ શાસ્ત્રીઓ વડે કહેવાયું છે કે.. “પુરાણ, મનુએ બનાવેલી સ્મૃતિઓ; અંગ સહિત વેદ અને આયુર્વેદ - ચિકિત્સા આ ચારે આજ્ઞાસિદ્ધ છે. તેઓને યુક્તિઓ વડે હણવા ન જોઈએ. દા. આ કહેવા દ્વારા “તેઆ= પુરાણ વિ. યુક્તિ પરીક્ષામાં સમર્થ નથી” એવું જાહેર થાય છે, કહ્યું છે જો કાંઈક કહેવાની ઇચ્છાશક્તિ હોય તો તેણે આ વિચારવું ન જોઈએ, એટલે પોતાની વાત સાચી હોય તો “આના વિશે મને કોઈક પૂછશે તો હું શું જવાબ આપીશ” એવો ડર ન બતાવે. જો સોનું શુદ્ધ હોય તો પરીક્ષાથી શા માટે ડરે ? Iણા

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 244