________________
સાધનરૂપે પરિણમ્યાં છે. તે તમે સૌ આ લેખનથી જોશો. એ અંતરયાત્રા મંગલયાત્રા કે સત્સંગયાત્રા કરતાં પણ વિશેષરૂપે ખેડાઈ. તેમાં ગુરુજનોની કૃપા જ વરસી છે. આથી જ્ઞાન, ધ્યાનની કોઈ કેડી મળે કે મારા પગ તે દિશામાં વળે, તે પણ તમે જોજો.
વાસ્તવમાં મંગલયાત્રા સંક્ષેપમાં લખવી તેમ ધાર્યું હતું. પરંતુ પૂનમના ઊગવાથી સાગર ઊછળે તેમ કલમ હાથમાં આવે કે મારી વિચારધારા ઊછળે. લેખનના સંસ્કારો, ચિત્તપ્રદેશ ૫૨ અંક્તિ થયેલા અનેકવિધ અનુભવો, ઉપકારીજનો પાસેથી મળેલી જ્ઞાન સંપત્તિ, દેશ-૫૨દેશના સન્મિત્રોની ધર્મ જિજ્ઞાસાથી નિપજેલા સાત્ત્વિક-તાત્ત્વિક પરિણામો, તેમાંથી શું મૂકું અને શું લખું ? આથી કુદરતી રીતે કલમને ધપવા દીધી. એટલે વિસ્તાર તો થયો જ.
વળી આ લેખન ઉતારા નથી. પરંતુ મહદ્અંશે પોતીકોપ્રદેશ છે. જેમાં વાસ્તવિક્તા રજુ થઈ છે. વળી વિશેષ સંતપુરૂષો, પંડિતજનોના બોધનું અવતરણ કે જીવન પ્રસંગો માનવજીવનને ઉપકારી છે. તે જેણે જ્યાં આલેખ્યા તેમણે માનવસેવા જ કરી છે. ગુણગ્રાહી જીવોને માટે તે ભવસાગર તરવાનું જહાજ છે. સંતપુરૂષો સત્ત્ને જીવી ગયા, પચાવી ગયા, પ્રગટ કરી ગયા. આખરે સૌને વહેંચી દીધું. પછી તો આપણી પાત્રતા પ્રમાણે આપણામાં પરિણમશે, આપણે તેને ઝીલવું પડશે.
અંતમાં જણાવું કે આ લેખનમાંથી જેને જે કંઈ અનુરૂપ પડે તે સૌનું જ છે. ઉદારદિલે માણજો.
આનંદ હો મંગલ હો. સર્વત્ર શાંતિ વિસ્તરો.
પરાક્રમોની તમે પ્રતિમા, ચઢાણ કીધા ચરમગતિમાં; ગગનભૂમિના અમર મિનારા, પ્રભુ ! તમોને નમન હમારા.
વિભાગ-૧
જીવન લડાઈ જીતી જનારા, પ્રભુ ! તમોને નમન હમારા;
Jain Education International
૨૪
For Private & Personal Use Only
મારી મંગલયાત્રા
www.jainelibrary.org