________________
વિચારધારાથી લખાયું છે.
સ્વ-૫૨ દોષ દર્શાવવાનો હેતુ કોઈ દ્વેષપ્રેરિત નથી તેમ સ્વ-૫૨ ગુણ દર્શાવવામાં કંઈ પક્ષપાત પણ નથી. સ્વદોષદર્શન પશ્ચાત્તાપરૂપ છે, પરદોષદર્શન પ્રારબ્ધની વિચિત્રતારૂપ છે. સ્વગુણદર્શનમાં પુણ્યયોગ દર્શાવ્યો છે અને પરગુણદર્શન મારા પર થયેલા ઉ૫કા૨ને જણાવવા અનુમોદનાર્થે છે. છતાં અતિ અલ્પજ્ઞ અવસ્થામાં લખાયેલું આ લેખન પૂર્ણ સત્યને ક્યાંથી આંબી શકે ? પૂર્ણતા પામવાના મનોરથ થઈ શકે તે હેતુસભર આ
લેખન છે.
આ લેખન પ્રગટ થશે ત્યારે તેમાં જેના નામનો ઉલ્લેખ છે, તેમાંના થોડાક ચિરવિદાય પામ્યા છે. જેમની ઉપસ્થિતિ છે, તેઓ આ લેખનમાંથી કંઈ પણ અઘટિત લાગે તો ક્ષમા કરે. છતાં આગળ દર્શાવ્યો તે હેતુની મુખ્યતા રાખે. કારણ કે અપૂર્ણ-અલ્પજ્ઞ માનવી પૂર્ણતાને ન્યાય કેવી રીતે આપે ? એટલે વ્યક્તિ, પરિસ્થતિ અને મતિથી સાપેક્ષ આ લેખન છે. સંયોગાધીન જે કંઈ બન્યું તે ઋણાનુબંધની ચુકવણી હતી તેમ માની સૌ ઉદાર દિલે વિચારીશું તો સમાધાનનું કારણ છે. તે ક્ષેત્ર ભલે વ્યવહારિક હો કે આધ્યાત્મિક.
છેલ્લાં પાંચેક વર્ષથી કેટલાક મિત્રો સૂચવતા કે તમારા અનુભવો અને પ્રસંગો લખવા જેવા છે. ત્યારે મને પૂ. પંડિત સુખલાલજી યાદ આવતા. તેઓનો નિકટનો પરિચય થયા પછી, તેમના જીવનના પ્રસંગોથી પ્રભાવિત થઈ, અમે કહેતા કે પંડિતજી આપ આ બધું લખાવો તો આપનું જીવનચરિત્ર અમે પ્રસિદ્ધ કરીએ. તેઓ જવાબ આપતા, પૂ. ગાંધીજીની જેમ દોષદર્શન યથાતથ્ય દર્શાવવાની નિષ્પક્ષ વિચારસરણી જોઈએ. વળી કેટલા મહાપુરુષોનાં જીવનચરિત્ર લખાયેલાં છે ! હજી એવા મહામાનવોનાં જીવનચરિત્ર લખાશે, તેમાં કંઈ મારી વિશેષતા નથી.” છેવટે ઘણું થોડું કંઈક મારું ‘“જીવનવૃત્ત' તેમનું લખાવેલું મળે છે.
જો તેઓનો આ જવાબ હોય તો મારા જેવાની શી વિશેષતા હોય ! પચીસ માળના મકાનમાં પહેલે માળે બેઠેલી વ્યક્તિ અને પચીસમે માળે બેઠેલી વ્યક્તિ બંને એક જ મકાનમાં છે પણ બેઠકમાં અંતર છે. છતાં જેમ બંને વ્યક્તિ એક મકાનમાં છે તે હકીકત છે, તેમ મા૨ા જેવા પહેલે માળે બેસી આ સાહસ કરે તો તેને સૌ સહર્ષ સ્વીકારજો.
આ મારી મંગલયાત્રાનું એક મહત્વનું અંગ છે પરદેશની સત્સંગયાત્રા. સત્કાર્યો અને સદ્ભાવથી સભર છે. વળી એ યોગ અંતરયાત્રાના
૨૩
વિભાગ-૧
ģ
સત્કથા, મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org