________________
સમજવો સહેલો રહે છે. પૂર્વાર્ધ પાયો છે, ઉત્તરાર્ધ ઇમારત છે. આથી આ યાત્રા જન્મથી આલેખી છે.
સામાન્ય માનવજીવનના પ્રસંગોમાં કે સાધકની સાધનાના ક્રમમાં વિશેષતા શું હોય! પરંતુ દેશવિદેશમાં અનેકવિધ જિજ્ઞાસુ મિત્રો મળ્યા. કેટલાકની સાથે અંગત પરિચય થયા. ત્યારે નિરાંતની પળોમાં જીવનમાં ઘટેલી ઘટનાઓ સહેજે વ્યક્ત થતી. તેમાં કડવો-મીઠો રસ હોય. સુખદદુઃખદ પ્રસંગો હોય, સામાન્ય માનવીઓ એમાંથી પસાર થતા હોય. પરંતુ કેટલાક મિત્રોને લાગ્યું કે મારા જીવનના ઘણા પ્રસંગો દયભેદક છે અને અધ્યાત્મનો યોગ તો મર્મસ્પર્શી છે.
કેટલાક મિત્રો કહે, “હવે અમારે તમારા જીવનની ઘટનાઓના પુસ્તકના સહયોગી થવું છે માટે તમે જરૂરથી લખો.”
તે મિત્રોને લાગ્યું કે જો આ અનુભવો તમારી કલમમાં ઊતરે તો ગૃહસ્થજીવન જીવતા માનવને ઉપયોગી છે. તમે સહેજે બધું કહ્યું પરંતુ ખરેખર કેટલી વીસીએ સો બને છે તે આવી તાદશ્ય ઘટનાઓથી સમજાય છે. તમે જ કહ્યું તેમ અભિમન્યુના સાત કોઠા ભેદવા જેવું છે. આજે જીવોની ધનસંપત્તિ વધવા છતાં, પરિવારનો સંક્ષેપ હોવા છતાં, બહોળો મિત્રસંયોગ હોવા છતાં, યશકીર્તિ હોવા છતાં માનવનું જીવન કેવું પાંખું છે, અશાંત છે ? વળી રસરુચિવાળાને ધર્મસાધન, શુભ સંયોગ મળવા છતાં પ્રાયે કંઈ સમાધાન નથી.
- જ્ઞાનીઓએ કહ્યું છે કે એવો માનવ કે જેને ચિત્તની સ્વસ્થતા નથી, નિશ્ચિત શ્રદ્ધા નથી તે મીણના ગોળા જેવો છે. જ્યારે બોધ સાંભળે ત્યારે કહેશે ગુરુજનો કહે છે તે સો ટકા સાચું છે. પરિવારમાં બેસે ત્યારે એને લાગે છે કે આ વાતો તો સવાસો ટકા જેવી સાચી છે. આમ મીણની જેમ ગરમીમાં ઓગળે, ઠંડીમાં ઠરે. અને આયખું પૂરું થાય ત્યારે પણ નિર્ણય પર આવી ન શકે કે સાચું શું છે? તેમાં વળી જેની પાસે પૂર્વના આરાધનનું વિશેષ બળ નથી, વર્તમાનમાં સંતસંયોગ નથી તે જીવો કથંચિત સંસારમાં રઝળી પડે છે. ત્યારે સમજાય છે કે જીવનમાં સત્ત્વ અને તત્ત્વની કેવી
જરૂર છે ?
આ પુસ્તકમાં આલેખેલી જીવનઘટનામાં સામાન્ય રીતે માનવજીવનની અવસ્થાઓના પ્રકાર છે. જેમાં બાળઅવસ્થા, શિશુ અવસ્થા, યુવાન અવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા છે. પરંતુ તે દરેક અવસ્થામાં જે જે ઘટનાઓ ઘટી તેમાં વર્તમાન અનુભવની વિશેષતા સાથે આધ્યાત્મિક ક્ષેત્રે, સાધના મારી મંગલયાત્રા
૨૧
વિભાગ-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org