________________
કરતાં જે જે સાધુસંતો અને વ્યક્તિ વિશેષથી જે બોધ થયો તે તે બોધ દરેક પ્રસંગ સાથે ઘટાવ્યો છે.
બાળ-યુવાન જેવી અવસ્થાનો જીવનમાં નિશ્ચિત ક્રમ હોય છે. આધ્યાત્મિક ક્ષેત્રે ક્રમ છે પણ તેમાં ક્ષયોપશમ હોવાથી ચઢઊતર થયા કરે, કોઈ વ્યક્તિ પોતાનો નિશ્ચિત ક્રમ કેવી રીતે દર્શાવે ? શાસ્ત્રમાં ક્રમ નિહિત છે, જેમ કે માનુસારી, સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ, ક્ષપકશ્રેણી, મુક્તિ. ચઢઊતર થઈને આ ક્રમે જીવનને સાર્થક કરવાનું છે.
વાચકને લાગશે તે તે અવસ્થામાં ત્યારે કોઈ બોધ પરિણમ્યો ન હોય, તેથી વિષમતાઓ સર્જાઈ. તો પછી તે પ્રસંગ સાથે આજે સમજાયેલો બોધ લખવાનું પ્રયોજન શું ?
ઘટનાઓ ભલે બેપાંચ કે સાત દસકા પહેલાં ઘટી પણ તેનું લેખન જે અવસ્થામાં, જે વિચાર કે જે શ્રદ્ધામાંથી પ્રગટ થયું, જે બોધ ગ્રહણ થયો તે આજે સમજાયું તો પછી તે ભૂતકાળના પ્રસંગોને ભલે પ્રકાશ મળે, તેનો લાભ એ છે કે જે કંઈ વિષમતાઓ થઈ તેને માટેનો એ ઉપાય બન્યો કે “આગળ કરેલાં પાપોનો પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વોના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.”
શ્રીમદ્જીએ કેવું અદ્ભુત વિધાન બતાવ્યું છે જેનાથી બોધ ગ્રહણ થઈ તે વિષમતાઓ દૂર થવાની શક્યતા ઊભી થાય છે. પૂર્વની ભૂલોનું પુનરાવર્તન થતું અટકે. અને જ્યાં સમતા-સમાધાન રહ્યાં ત્યાં ધર્મનો પ્રભાવ સમજાય છે. ધર્મ કર્મનો નાશ કરવામાં સહાયક છે. બાંધેલાં કર્મો ભોગવવાં ન પડે તેને ધર્મ કહ્યો નથી પણ ધર્મનો ભાવ સમતા રખાવે એટલે પૂર્વ કર્મો નાશ થતાં નવાં કર્મો તેવાં ને તેવાં ન બંધાય એ ધર્મની વિશેષતા છે જેની પાછળ દેવગુરુની કૃપા છે.
સામાન્ય રીતે આપણને કોઈને વિષે કહેવા-લખવાનું હોય તો ગુણોનું કથન કરવાનો ભાવ રહે છે. પરંતુ જ્યારે આપણે આપણા વિષે લખવાનું હોય ત્યારે દોષને નિષ્પક્ષપાતપણે લખીએ તો તેમાં સત્યનું સત્ત્વ હોય છે. જો કે ગાંધીજી જેવી, દોષોનું વર્ણન લખવાની, નિર્ભયતા હોવી દુર્લભ છે, તે પણ મહાત્મા જેવી પ્રસિદ્ધિ મળ્યા પછી દોષોને પ્રગટપણે કહી દેવા તેમાં અંતરમાં સત્યની નિષ્ઠાનું પાચન થયેલું છે. તેટલી હદે મારા જેવા સામાન્ય માનવીની લખવાની કુશળતા કે નિર્ભયતા ન હોય. છતાં ગાંધીજીની કથાના અવલંબને કંઈક નિર્ભયપણે લખી શકાયું છે. મુખ્યત્વે ત્રીજા પુરુષની વિભાગ-૧
મારી મંગલયાત્રા
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org