________________
થવાની પ્રક્રિયા છે. ક્યારેક તેમાં કેવળ અંધકાર છવાઈ જતો હોય છે.
ક્યારેક પ્રકાશ રેલાઈ જતો જણાય. આથી ગુરુદેવ કહેતા : “અપૂર્ણમાં રહીને પૂર્ણતા પામવાનો પરમ પુરુષાર્થ પ્રયોજવાનો છે. પાપ અને પ્રમાદથી જેટલા દૂર એટલા પૂર્ણતાની નજીક થશો. માટે પૂર્ણપણે પ્રગટ થયા તે પરમાત્માને પકડી રાખો. પછી જ્યાં પરમાત્મા ત્યાં તમે હશો.”
આ ભાવનાને પૂ.શ્રી પ્રત્યેથી અનેરું પોષણ મળ્યું. સદ્દભાગ્યે તેઓશ્રી પાસેથી વાચના મળતાં ઘણા અસદુભાવોને ખાળવાનો મહાપુણ્યોદય પ્રાપ્ત થયો, જીવન ધન્ય બન્યું.
મિત્રોને એક નમ્ર નિવેદન, આ લેખન સગુરુજનોના બોધની સરવાણીઓ પછી લખ્યું છે, એટલે દરેક પ્રસંગે કે પાને બોધવચનો આવશે. તે બોધ મને મંગલકારી થયો સૌને થશે તેવી ભાવના ખરી.
પુસ્તકના નામના વિકલ્પો કરેલા, સંવેદનનાં સંભારણાં અથવા જીવનદોહન. પરંતુ આ કેવળ સંવેદન જ નથી કે જીવનની તારવણી પૂરતું નથી, પરંતુ દુર્લભ એવા માનવજન્મમાં “મંગલ” સાધ્ય કરવું, સૌનું મંગળ ચાહવું તેવું આંતરિક અભિલાષાયુક્ત લેખન હોવાથી નામકળશ મંગલયાત્રા” પર ઢળ્યો છે. મંગલ એ આત્મિક સુખ પ્રત્યે લઈ જનારું સૂચક છે તેમાં સંવેદન તો આવે જ છે. મારી મંગલયાત્રાના ઉપકારી અને માર્ગદર્શક કે ગુરુજનો વિષે જે કંઈ અલ્પાક્ષરી કે મિતાક્ષરી પરિચય આપ્યો છે તે કોઈના ગ્રંથોના આધારે અત્રે પ્રસ્તુત કર્યો નથી પરંતુ તે સૌની સમીપતાથી, અનુભવથી કે શ્રવણથી જે પ્રાપ્ત થયેલું તેના આધાર પર છે. તેમાં અલ્પોક્તિ થવા પામી હોય તો ક્ષમાયાચના. સૌનું ત્રણ મારા મસ્તકે ચઢેલું રહેશે તે મારું સદ્ભાગ્ય છે.
મારી મંગલયાત્રાનું વિશેષ માર્ગદર્શન તે સમયે યુવાનીમાં પ્રથમ આચાર્યશ્રીથી પ્રારંભ થયું હતું તે અન્ય આચાર્યશ્રીના સમાગમે પાંગર્યું અને આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરિજીના ચરણમાં શમ્યું તે પુણ્યયોગ છે.
સૌ પ્રથમ જ જણાવી દઉં કે આ નવલકથા, પરાક્રમકથા કે ધર્મકથા નથી. વળી કોઈ સતી કે મહાપુરુષોનું ચરિત્ર નથી છતાં જનજીવનમાં ઉપયોગી થાય તેવા જીવનના પ્રસંગોનું આલેખન છે. તેનો મૂળ હેતુ તો અધ્યાત્મયોગ પ્રત્યે જવાની દૃષ્ટિની મુખ્યતા છે. ગૃહસ્થજીવન પ્રભુના પાવન પંથે પ્રયોજાય તેવી જિજ્ઞાસાનું પોષણ કેવી રીતે મળે કે મળ્યું તેના પ્રસંગો અને અનુભવો છે. આ પુસ્તકના લેખનનો મૂળ આશય તો એ જ કારણનો હતો પરંતુ ઘણા વિચારના અંતે લાગ્યું કે ઉત્તરાર્ધ પૂર્વાર્ધથી વિભાગ-૧
મારી મંગલયાત્રા
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org