________________
૧: વિનય-શિષ્ય ધમ તેણે દૂર રહેવું. તેમ છતાં પિતાનાથી કાંઈ દોષ થઈ જ જાય, તો તે ઝટ ગુરુ આગળ કબૂલ કરી દેવો, છુપાવવો નહિ. કાયા અને મનને દેની પેઠે વાણુના દોષ જેવા કે: અસત્ય બેલવું, “અમુક કરીશ જ' એવું નિશ્ચયાત્મક બોલવું, પિતાનું કે બીજાનું પ્રયોજન હોય કે ન હોય તો પણ કોઈ પૂછે ત્યારે દોષયુક્ત બોલવું, અર્થ વિનાનું બોલવું કે સામાનું મર્મ વધે તેવું બોલવું, વગેરેને પણ તેણે ત્યાગ કરવો. ટૂંકમાં, તેણે પિતાની જાતને સંપૂર્ણપણે જીતવી. પિતાની જાત જીતવી બહુ મુશ્કેલ છે. પરંતુ તેમ કરી શકનારે જ આ લોક અને પરલોકમાં સુખી થાય છે. સમજુ પુરુષે એવી ભાવના કરવી કે, “બીજા મને વધ–દમનાદિથી દમ, તેના કરતાં હું પોતે જ પિતાની જાતને સંયમ અને તપ દ્વારા દમું, એ વધારે સારું છે.' [૧૧-૧૨,૨૪-૬,૧૫-૬]
અણપટેલ ઘોડે જેમ વારંવાર ચાબુકની અપેક્ષા રાખ્યા કરે છે, તેમ તેણે દરેક બાબતમાં ગુરુની ટેકણુની
અપેક્ષા ન રાખવી. પરંતુ, તેમના મનોગત ભાવને સમજી લઈ તે પ્રમાણે આચરણ રાખવું. ઉત્તમ ઘડો જેમ ચાબુક જોઈને જ માર્ગે ચાલ્યા કરે છે, તેમ તેણે
૧. મૂળમાં : “લુહારની કોઢે શૂન્ય ઘરે, બે ઘર વચ્ચેના આંતરાઓ કે રાજમાર્ગોમાં સ્ત્રીઓ સાથે ઊભા રહેવું નહિ કે વાતચીત કરવી નહિ, ” એમ છે. ટીકાકાર લુહારની કે ” (સમર) એ શબ્દને બીજા હલકા લેકનાં સ્થાનોને સૂચક ગણવાનું કહે છે. “સમરને અર્થ, “જ્યાં ઘણું લોકો ભેગા થતા હોય તેવી જગા,” એવો પણ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org