________________
૩૦: તમારા
૨૦૧ આશરીને ઉના દરિકા તપ થયું કહેવાય. વળી જુદાં જુદાં ઘરમાં પેટીને આકાર થાય તે પ્રમાણે, અધી પેટીને આકારે, ગેમૂત્રિકાને આકારે, તીડની પેઠે, શંખનાં કુંડાળાંની પેઠે કે સીધા જઈને પાછા વળવું – એ પ્રમાણે ભિક્ષા માગવી, એ પણ ક્ષેત્રને આશિરીને ઊનોદરિકા તપ થયું કહેવાય. [૧૫-૯]
રુ. દિવસને ચાર પ્રહરમાંથી જે સમય પોતે મુકરર કર્યો હોય, તે સમયમાં જ ભિક્ષા માગવી, તે કાલની અપેક્ષાએ ઊનો દરિકા તપ થયું કહેવાય. અથવા ત્રીજા પ્રહરના કેઈ હિસ્સામાં કે ચોથા હિસ્સામાં ભિક્ષા માગે, તો પણ તે કાલની અપેક્ષાએ ઊનોદરિકા તપ થયું કહેવાય. [૨૦-૧]
છું. સ્ત્રી અથવા પુરુષ; આભરણુયુત કે આભરણરહિત; - બાલ્યચૌવન વગેરેમાંથી અમુક અવસ્થા કે અમુક વસ્ત્રથી
૧. એક ઘરથી ભિક્ષા શરૂ કરી, ચરસ પૂરો થાય તે કમનાં ધરમાં જ ભિક્ષા માગવી તે (પેટી). શેરીની બે બાજુનાં ઘરમાં વારાફરતી ડાબી તરફ તથા જમણી તરફ એક એક ઘર છોડી સળંગ ત્રિકોણેની હાર કરવી તે ગેમૂત્રિકા (બળદ ચાલતાં મૂતરે તે તેવી આકૃતિ થાય); તીડ ડાં ઊડે, પાછાં બેસે તેમ વચ્ચે વચ્ચે ઘણું ઘરે છોડતાં છોડતાં ફરવું તે (પતંગવીથિકા); અને કેન્દ્રમાંથી શંખની પેઠે બહાર ગોળ કુંડાળાં કરતા જવું અથવા બહારથી કુંડાળાં કરતા કરતા કેન્દ્ર આવવું, તે સંબૂકાવર્ત. '
૨. મૂળ, “આયતગત્વા.” આ બધામાં ઊનદરપણું એ . રીતે કહેવાય કે, આવી આકૃતિઓ કરવા જતાં, ભિક્ષાનું ક્ષેત્ર નિયત થઈ, ભિક્ષાનું પ્રમાણ પણું આપોઆપ ઘટે છે.
૩. મૂળ : પૌરુષી. જુઓ પા. ૧૫૬, ટિ, નં. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org