________________
૨૫૨
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ થતી છેડે માખની પાંખ કરતાં પાતળી છે. તે પૃથ્વી સ્વભાવથી જ નિર્મળ, શ્વેત સુવર્ણમય તથા ચતા રાખેલા છત્ર જેવા આકારની જિનેશ્વરોએ કહી છે. તે શંખ, અંકરત્ન, અને કંદ પુષ્પ જેવી પાંડુર, નિર્મળ અને શુભ છે. તેનું બીજું નામ શીતા છે. તેનાથી એક યોજન ઊંચે લોકનો છેડે છે, તે યજનનો જે છેલ્લે કાસ છે, તેના છઠ્ઠા ભાગ સુધી સિદ્ધો રહેલા છે. [૫૭-૬૨]
સિદ્ધિ નામની ઉત્તમ ગતિને પામેલા, મહાભાગ્યવંત તે સિદ્ધો ભવપ્રપંચમાંથી મુક્ત થઈ ત્યાં લેકની ટોચે સ્થિર રહેલા છે. પોતાના છેલ્લા જન્મમાં જેનું જે કદ હાય, તેનાથી ત્રીજો ભાગ ઓછું એવું તેમનું કદ હોય છે. તેઓ અરૂપી છે, જીવઘન છે, જ્ઞાન અને દર્શન એટલી જ તેમની સંજ્ઞા (સ્વરૂપ) છે. જેની ઉપમા નથી એવા અતુલ સુખને તેઓ પામેલા છે. [૬૩-૬]
હવે અજીવ તત્વ વર્ણવવામાં આવે છે.
અજીવ તત્ત્વના બે ભેદ છેઃ (૧) રૂપી – એટલે કે ઇંદ્રિયગ્રાહ્ય ગુણયુક્ત – મૂર્ત; અને (૨) અરૂપી એટલે કે અમૂર્ત. [૪] . (૧) રૂપી – પરમાણુઓ અને તેમના બનેલા સ્ક એ રૂપી દ્રવ્ય છે. તેમના નીચે પ્રમાણે ચાર પ્રકાર
૧. જુઓ. પા. ૧૯૩, ન. ૪.
૨. છેલ્લા શરીરને પિલાણને ભાગ નીકળી ગયો હોવાથી. જીઓ ઉપર નોંધ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org