________________
૩૧: જીવ-અજીવ તત્ત્વ
૫e બહુ આગમનું રહસ્ય જાણનારા, સમાધિ ઉત્પન્ન કરનારા, તથા ગુણગ્રાહી લોકે બીજાને મુક્તિ અપાવી શકે છે. [૨૬]
આ પ્રકારે મુમુક્ષુઓને માન્ય એવાં ૩૬ ઉત્તમ (ઉત્તર) અધ્યયનો પ્રગટ કરીને, જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાન પરિનિર્વાણ પામ્યા, એમ હું કહું છું. [૨૬૬]
ટિપ્પણો ટિ૫ણ ન. ૧. સ્થૂળ અગ્નિજીવોના નીચેના પ્રકાર મૂળમાં આપ્યા છે :
બળતા અંગારા, ભસ્મમિશ્રિત અગ્નિ (મુમું), અગ્નિ, (દીવા વગેરેની) જ્યોત, (તુટક થઈ ઊંચી ગયેલી) જ્વાળા, ઉલ્કા, અને વીજળી. [૧૦૯-૧૦].
સ્થૂળ વાયુજીવોના પ્રકારઃ રહી રહીને વાતો વાયુ (ઉત્કાલિક), વટાળિયે (મંડલિક), ઘનવાયુ (નરકની સાત ભૂમિઓની દરેકની વચ્ચે આવતું વાયુનું પડ), ગુંજારવ કરતા વાયુ, શુદ્ધ વાયુ અને સંવર્તક વાયુ (ઘાસ વગેરેને એકસ્થાનેથી બીજે સ્થાને ઉપાડી જાય તે –ટીકા. પ્રલયકાળને વાયુ ?). [૧૧૮-૯] એકબદ્રિય જીવોની એક ઇંદ્રિય તે સ્પર્શ સમજવી.
૧. મૃદુ વચનથી બીજાના મનમાં સ્વરથતા “ઉત્પન્ન કરનારા. -ટીકા.
૨. છેવટના ભાગના મૂળ પાઠને અર્થ તો, “બીજાની આલોચના (પાપની કબૂલાત) સાંભળવા યંગ્ય છે, એ છે. પરંતુ આખા કમમાં તે વાત બંધબેસતી ન હોવાથી, પૃ. જેકોબીએ સૂચવેલો અવચૂરિને અર્થ અહીં ઉતાર્યો છે. ૨૪માં લોક પછી આ ભાગ નો ઉમેરે છે, એમ તરત સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org