________________
સુભાષિત
૨૭૫ કામ શલ્યરૂપ છે, કામે વિષરૂપ છે, તથા કામો ઝેરી સર્પ જેવા છે. એ કામોની પાછળ પડેલા લાકે, તેમને પ્રાપ્ત કર્યા વિના જ દુર્ગતિ પામે છે. [૯-૫૩]
दुमपत्तए पण्डयए जहा निवडइ राइगणाण अच्चए । ___ एवं मणुयाण जीवियं समय गोयम मा पमायए ।
વખત જતાં પાકું થઈ ગયેલું ઝાડનું પાન જેમ (અચાનક) ખરી પડે છે, તેમ મનુષ્યનું જીવિત પણ (અચાનક) ખરી પડે છે; માટે હે ગૌતમ ક્ષણ વાર પણ પ્રમાદ ન કરીશ. [૧૦-૧].
इइ इत्तरियम्मि आउए जीवियए बहुपच्चवायए । विहुगाहि रयं पुरे कडं समयं गोयम मा पमायए ।। ,
આ જીવિત બહુ ચપળ છે તથા વિધ્રોથી ભરપૂર છે; માટે ક્ષણ પણ પ્રમાદ કર્યા વિના હે ગૌતમ, તું પૂર્વે કરેલાં કર્મ ખંખેરી નાખ. [૧૦-૩]
सचं विलवियं गीयं सत्वं नर्से विडम्बियं । सव्वे आभरणा भारा सव्वे कामा दुहावहा ॥ .... बालाभिगमेसु दुहावहेसु न तं सुहं काम्गुणेसु रायं। विरत्तकामाण तवोहणाणं जं भिक्खुणं सीलगुगे रयाणं ॥
બધું ગીત વિલાપ જેવું છે, બધું ના વિડંબનારૂપ છે, બધાં આભરણા ભારરૂપ છે, તથા બધા કામો દુઃખાવહ છે. હે રાજા! જેમાં મૂખ લોકોને આનંદ આવે છે, તેવા દુઃખાવહ કામમાં તે સુખ નથી, જે સુખ કામેથી વિરક્ત. અને શીલગુણામાં રત એવા તપોધન ભિક્ષને છે. [૧૩,૧૬૭].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org