________________
૩૬ઃ જીવ-અજીવ તત્ત્વ
૫૭ કરે. પણ તે આખા વર્ષ દરમ્યાન આંબેલ પરિમિત જ કરે. (એટલે કે, ચાર ટંક, આઠ ટંક વગેરે છોડયા પછી પારણું વખતે આબેલ કરે છે. ત્યાર બાદ એક વર્ષ કોટી સહિત આંબેલ કરે એટલે કે, પ્રથમ બેલ કરે; પછી બીજે દિવસે ચાર ટંક વગેરે છોડવાનું તપ – ઉપવાસ કરી, તેને અંતે ફરી આંબેલ કરે છે. છેવટે માસ, અર્ધમાસ એમ સર્વ આહારનો ત્યાગ કરે અને (શરીરનો ) અંત લાવે. [૨૫૦-૩]
નીચેની ભાવનાએ સમ્યફ દર્શન, ચારિત્ર વગેરેને ભંગ કરનારી છે, અને મરણ સમયે દુર્ગતિનું કારણ થાય છે. માટે (ભારણાંતિક અનશનાદિ કરનારે ) તે ન સેવવી. તે પાંચ આ પ્રમાણે છે : કંદર્પભાવના, આભિયોગિક ભાવના, કિલ્વિષિક ભાવના, મોહભાવના અને આસુરભાવના.
૧. કંદર્પ (અટ્ટહાસ, મોટેથી બોલવું અને કામકથા); કૌમુત્ર્ય (ભ્રકુટિ –નેત્રાદિકની ચેષ્ટા વડે તથા પક્ષી વગેરેની બેલી માં વડે બેલી અન્યને હસાવવા તે ); તથા તેવા પ્રકારના શીલ, સ્વભાવ, હાસ્ય, અને વિકથા વડે , બીજાને વિસ્મય પમાડવા – એમ કરનારે પ્રાણું કંદર્પ ભાવના
- ૨. જે (સાધુ, સરસ આહાર કે વસ્ત્રાદિની પ્રાપ્તિ
અર્થે ) મંત્ર સાધીને (માણસ, પશુ, કે ઘર વગેરેની રક્ષા નિમિત્તે દોરાધાગા આપવા; ઝાડઝપટ કરવી વગેરે) ભૂતિકર્મ કરે છે, તે આભિયોગિક ભાવના કરે છે.
: ૧. પરિમિત” એટલે કે પછી જણાવેલી કેરી સહિત નહિ એવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org