________________
૩૬ : જીવ-અજીવ તત્ત્વ
૨૨૧ એટલે ભાગ મનુષ્યલોક કહેવાય છે. તેની બહાર કોઈ પણ માણસ જન્મતો કે મરતો નથી. જબુ વગેરે અઢી દ્વીપોને ભરત વગેરે (સરખા નામનાં સાત સાત) ક્ષેત્રોમાં વહેંચી નાખવામાં આવ્યા છે. જંબુ કરતાં ઘાતકીખંડમાં તે નામનાં જ બમણું ક્ષેત્રો છે; અને અર્ધા પુષ્કર દ્વીપમાં પણ તેટલાં. એટલે દરેક નામનાં પાંચ પાંચ થયાં. તેમાંથી જેમાં મોક્ષમાર્ગને જાણનાર અને તેને ઉપદેશ કરનાર તીર્થંકર પેદા થઈ શકે છે, તે ભાગને કર્મભૂમિ કહે છે; અને બાકીની અકર્મ ભૂમિ કહેવાય છે. પાંચ ભરત, પાંચ ઐરાવત, અને પાંચ વિદેહ એ કર્મભૂમિ છે; પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ રમ્યક, પાંચ હરિવર્ષ, પાંચ દેવફ્ટ અને પાંચ ઉત્તરકુરુ એ ત્રીસ અકર્મભૂમિ છે દેવકર અને ઉત્તરકુરુ એ વિદેહના જ ભાગ છે. પણ તે અકર્મભૂમિ છે. [૧૯૪-૫]
ટિ૫ણ ન. ૩. ભવનવાસી દેવાના દશ ભેદ છેઃ અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુત કુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્તનતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિકકુમાર. [૨૦૪] તેઓ કુમાર એટલા માટે કહેવાય છે કે, તેઓ કુમારની માફક દેખાવમાં મનોહર, સુકુમાર તથા મૃદુ-મધુર ગતિવાળા અને ક્રીડાશીલ હોય છે. તેઓ મોટે ભાગે આવામાં અને કયારેક ભવનમાં રહે છે. આવાસ મંડપ જેવા હોય છે અને ભવન નગર જેવાં હોય છે.
વ્યંતરના આઠ ભેદ છે : કિનર, પુિરુષ, મહારગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. [૨૦૫] તેઓ પણ ભવને અને આવામાં રહે છે. તેઓ પોતાની ઈચ્છાથી તથા બીજાની પ્રેરણાથી ભિન્ન ભિન્ન જગાએ જાય છે. એમાંથી કેટલાક મનુષ્યની સેવા પણ કરે છે.
જ્યાતિષ્કના પાંચ પ્રકાર છે : ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ અને તારાઓ. તેમાંથી મનુષ્યલોકમાં આવેલા જ્યોતિષ્ઠો મેરુ પર્વતની આસપાસ સદા ભ્રમણ કરે છે; પણ તેની બહારના સૂર્યાદિ સ્થિર છે. [૨૬] :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org