________________
૨૧ જીવ અજીવ તત્વ સ્થળ (પણ) જળકાયના પાંચ પ્રકાર છે: મેધનું પાણી, એસ, હરતણ (વણના અગ્રભાગ ઉપરનાં બિંદુ), મહિકા (ધૂમર), હીમ. [૫]
વનસ્પતિકાયના પ્રત્યેક શરીરના જે આ પ્રમાણે છે: વૃક્ષ, ગુચ્છ (વૃન્તાક વગેરે), ગુલ્મ (નવમાલિકા વગેરે), લતા (ચંપકાદિ), બલી (તુંબડી વગેરેન), તૃણ (દાભ વગેરે), નાળિયેરી કેળ વગેરે હલચલતા (બીજી શાખા ન હોવાથી), શેરડી વગેરે પર્વજ, કુહણ (છત્ર જેવા ભૂમિફડા), કમળ વગેરે જલહ, ઔષધ (શાળી વગેરે ધાન્ય), ભાજી વગેરે હરિતકાય. [૯૪૫
સાધારણશરીરીના ભેદઃ આલુ (બટાટા), મૂળા, આદુ, હિરિલી, સિરિલી, સિસિરિલી, વાવતિ, કેમકંદલી, ડુંગળી, લસણ, (કંદલી, કુહવ્રત કે) કુસુવ્રત કદલી, લોહિની, હન, થી, કુહક, કૃષ્ણ, વજ, સૂરણ, અધકણું, મુસંઢી, હરિદ્રા (લીલી હળદર) વગેરે
ટિપ્પણ . ૫. મૂળમાં દરેક જીવના આયુષ્ય (ભવસ્થિતિ) વગેરેનું જે નિરૂપણ છે, તે આ પ્રમાણે છે: ૧. ભવસ્થિતિ – એટલે કે મરતા સુધીનું આયુષ્ય, ૨. કાયસ્થિતિ એટલે કે મર્યા બાદ બીજી કોઈ જાતિમાં ગયા વિના તે જ જાતિમાં ફરી ફરીને પેદા થવાની કાલમર્યાદા. અને ૩. પુનરાગમનકાળ – એટલે કે પિતાની જાતિ છેડી, બીજી કાચમાં ઉત્પન્ન થઈ, ફરીથી તે જાતિમાં પાછા આવવાને સમય. પ્રવાહની અપેક્ષાએ તો બધા જીવ અનાદિ અને અનંત છે; પણ આયુષ્યની અપેક્ષાએ તેઓ સાદિ સાંત છે.
અગ્નિજીવોની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમું હુર્ત અને વધારેમાં વધારે ત્રણ સાત દિવસની છે; તેમની કાયસ્થિતિ ઓછામાં ઓછી અંતમું હુર્ત અને વધારેમાં વધારે અસંખ્ય કાળની
૧. “અસંખ્ય”, “સંપેય”, “અનંત વગેરેના પારિભાષિક અર્થે માટે જુઓ પા. ૫૨, ડિપણ ન. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org