________________
૨૧૮
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ “આ કાળ નામનો ભાવ કઈ પદાર્થનું નિર્વતું ક-કારણ નથી. તેમ પરિણામી-કારણ પણ નથી. કિંતુ, પિતાની મેળે જ પેદા થતા પદાર્થોનું અપેક્ષા-કારણ છે. કારણકે, એ પદાર્થો અમુક કાળે જ થવા જોઈએ એ જાતના નિયમનું કારણ કાળ છે. “ધડે ફૂટી ગયે”, “સૂર્યને જોઉં છું,’ અને ‘વરસાદ થશે – ઇત્યાદિ પરસ્પર સેળભેળ વિના ચોખા વ્યવહારો જેની અપેક્ષાએ પ્રવર્તી રહ્યા છે, એનું નામ કાળ છે. તથા, “આ મેટું છે” અને, “આ નાનું છે, એ બંને વ્યવહારનું નિમિત્ત પણ કાળ જ છે. એ રીતે વર્તન, પરિણામ અને ક્રિયા વગેરેના વ્યવહારોથી મનુષ્યલોકમાં કાળની હયાતી જાણી શકાય છે.
મનુષ્યલોકથી બહારના ભાગમાં કાળ દ્રવ્યની હયાતી જણાતી નથી. ત્યાં તો સદ્રપ પદાર્થ માત્ર પિતાની જ મેળે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને સ્થિતિ કરે છે, ત્યાંના પદાર્થોની હયાતી સહજ જ છે. તેમાં કાળની અપેક્ષા નથી. ત્યાં આપણી પેઠે સરખે સરખા પદાર્થોની કેઈ પણ ક્રિયા એકસાથે ન થતી હોવાથી, તેઓની કોઈ પણ ક્રિયામાં કાળની જરૂર નથી પડતી. સરખે સરખા પદાર્થોમાં જે ફેરફાર એકસાથે થાય છે, તેનું જ કારણ કાળ છે; પરંતુ જુદા જુદા પદાર્થોમાં એક સાથે જ થતા ફેરફારોનું કારણ કાળ હોઈ શકતા નથી. કારણ કે, એ જુદા જુદા ભાવાની ક્રિયાઓ એક કાળે જ થતી નથી; તેમ નાશ પણ પામતી નથી. માટે મનુષ્યલોકની બહારના ભાગમાં થતા કોઈ પણ ફેરફારનું કારણ કાળ હોઈ શકે નહીં; તેમજ, ત્યાં જે નાનામોટાનો વ્યવહાર ચાલે છે, તે સ્થિતિની અપેક્ષાએ છે; અને સ્થિતિ હયાતીની અપેક્ષાએ છે; અને હયાતી તો સહજ છે. માટે તે વ્યવહાર માટે પણ ત્યાં કાળની આવશ્યકતા જણાતી નથી.
કેટલાક આચાર્યો કાળને જુદા દ્રવ્યરૂપે માનતા નથી. તેઓની માન્યતા પ્રમાણે વર્તના અને પરિણામ વગેરે પદાર્શમાત્રામાં થતા ફેરફાર છે.” તે ફેરફારોમાંથી જે પહેલો થયો હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org