________________
૨૧૨ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ
વૈમાનિકના બે પ્રકાર છે : કલ્પપપત્ર (કપવાસી) અને કલ્પાનીત. કલ્પવાસીના બાર પ્રકાર છે: સૌધર્મ, ઐશાન, સાનકુમાર, માહેદ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત. [૨૦૮-૯] કલ્પાહીતના બે પ્રકાર છે: ગ્રેવેયક અને અનુત્તર. શૈવેયકની ત્રણ વિકે છે : હેઠેની, મ ચમ અને ઉપરની. અને તે દરેકની પાછી નીચેની, મધ્યમ અને ઉપરની એમ ત્રણ ત્રિલે મળી કુલ નવ પ્રકાર છે. [૨૦-૩] અનુત્તરના પાંચ પ્રકાર છે : વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ. તે સૌથી ઉત્તર (ઉપર) તેમજ પ્રધાન હોવાથી અનુત્તર કહેવાય છે. [૨૧૩૪]
કલ્પવાસી દેવામાં સ્વામી-સેવક ભાવ છે; પણ કલ્પાતી માં નથી. મનુષ્યલોકમાં પણ કોઈ નિમિત્તથી જવાનું થાય, તે કલ્પવાસી જ જાય છે. કલ્પાતીત દેવ સ્થાન છોડી ક્યાંય જતા નથી.
ટિ૫ણ ન. ૪. સ્થૂળ (પર્યાસ) પૃથ્વીકાયના બે પ્રકાર છે : શ્લણ અને કઠણ. તેમાંથી શ્લષ્ણુ પૃથ્વીના સાત પ્રકાર છે : કાળી, નીલ, રાતી, પીળી, ધોળી, પાંડુર અને (પણુગમટ્ટીઆ) પૂર ઊતરી ગયા પછી રહેતા કાંપ. કઠણ પૃથ્વીના ૩૬ ભેદો છે : શુદ્ધ પૃથ્વી, કાંકરા, રેતી, (ઉપલ) પશ્ચર, શિલા, લવણ, ઊસ, લોઢું, તાંબું, કલાઈ, સીસું, રૂપું, સુવર્ણ, વજ (હીરા), હડતાલ, હિંગળાક, મણસીલ, સાસગ (ધાતુવિશેષ-ટીકા. સસ્પેકમણિવિશેષ ? કે સીસક-જસત ?), અંજન (સુરમો), પરવાળાં, અભ્રકનાં પડ, અભ્રકની રેતી, (તથા નીચેના મણિઓ :) ગે.મેદક, ટુચક, એકરત્ન, સ્ફટિક, લોહિત, મરક્ત, મસારગલ, ભુજમોચક, ઇદ્રનીલ, ચંદનમણિ, ગરિક, હસગર્ભ, પુલક, સૌગંધિક, ચંદ્રપ્રભ, વૈડૂર્ય, જલકાંત, સૂર્યકાંત. [૭૦-૬]
અહીં મણિના ૧૮ ભેદ છે. તેમાંથી કોઈ પણ ચારને સમાવેશ બીજી જાતિમાં કરી લઈ, ૪૦ને બદલે ૩૬ ની સંખ્યા ગણવી, એમ ટીકાકાર કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org