________________
મહાવીરનામાને અંતિમ ઉપદેશ જે માથી પુરુષ જ્ઞાન, ક્વળી, ધર્માચાર્ય, સંધ, અને સાધુની નિંદા કરે છે, તે કિશ્વિવિક ભાવના કરે છે. - જેનો રોષ ચિરસ્થાયી હોય છે તથા જે શુભાશુભ નિમિત્તા ભાખવાનો ધંધો કરે છે, તે આસુરી ભાવના ઉત્પન્ન કરે છે.'
શસ્ત્રગ્રહણ, વિષભક્ષણ, બળી મરવું, ડૂબી મરવું, પર્વત ઉપરથી પડવું, વગેરે અનાચારરૂપ ગણાતા ઉપાયોનું સેવન વારંવાર જન્મમરણનું કારણ થઈ પડે છે. (એ મેહભાવનાનું વર્ણન થયું. ) ૨૫૪,૨૬૧-૫].
જે. છ મિથ્યાદર્શનમાં અનુરક્ત, વિષયાભિલામી (સનિદાન), હિંસક તથા કૃષ્ણલેસ્યાવાળા રહીને મરે છે, તેઓને બીજા જન્મમાં બધિજ્ઞાન પ્રાપ્ત થવું દુર્લભ થાય છે. પરંતુ, જે સમ્યગ્ન દર્શનમાં અનુરક્ત, વિષયાભિલાષા વિનાના, તથા શુકલેશ્યાવાળા થઈને મરે છે, તેમને બીજા જન્મમાં બેધિજ્ઞાન સુલભ થાય છે. [૨૫૫-૭]
જે જે જિનવચનમાં અનુરક્ત થાય છે, તથા મલરહિત અને કલેશરહિત થઈને તેને ભાવપૂર્વક આચરે છે, તેઓ સંસારનો છેદ કરી શકે છે. પણ, જેઓ જિનવચનને જાણતા નથી, તે બિચારા વારંવાર (ફાંસો ખાઈ, ઝેર ખાઈ, કમ્મતે મરવારૂપી) બાલમરણ પામે છે, કે (ઈચ્છા વિના સુધાતૃણ, રોગ, જરા વગેરે કારણે પરાણે મરવા રૂપી) અકામ મરણ પામે છે. [૨૫]
૧. કંદર્પ સિવાયની ઉપરની ભાવનાઓના નામને મળતી હલકી દેવાનિઓ (જુએ પા. ૧૦૯ ટિ નં. ૧.) પણ છે. ટીકાકાર એમ જણાવે છે કે, તે ભાવનાવાળા તે તે દેવાનિને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org