________________
૨૫૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ બાબતમાં તેમનો પરિણામ પાંચ પ્રકારનું છેતીખો, કડવો, તૂરે, ખાટે અને મધુર. સ્પર્શની બાબતમાં તેમનો પરિણામ આઠ પ્રકારનો છે : કકઈ, મૃદુ, ભારે, હલકા, શીતળ, ઊન, સ્નિગ્ધ અને ભૂખે. સંસ્થાનની બાબતમાં તેમનો પરિણામ પાંચ પ્રકારનો છે : મંડળાકાર (ચૂડીની પેઠે), ગોળ (દડાની કે ઝાલરની પેઠે), ત્રણ ખૂણિયે, ચાર ખૂણિયે અને લાંબો. [૧૫-૨૧]
પ્રત્યેક પરમાણમાં પાંચ રસમાંનો કોઈ એક રસ; બે ગંધમાંનો કોઈ એક ગંધ; પાંચ વર્ણમાંનો કોઈ એક વર્ણ; અને આઠ સ્પર્શમાંથી પરસ્પર અવિરુદ્ધ એવા બે સ્પર્શ હોય છે : અર્થાત સ્નિગ્ધ અને ઊને, સ્નિગ્ધ અને ઠંડ, લૂખો અને ઠંડે, તથા લૂખો અને કોને – એ ચાર જેડકાંમાંથી કોઈને કોઈ એક. મોટા ઔધોમાં તો આઠે સ્પર્શી યથાચિતપણે હોઈ શકે.
પરમાણુ, પરમાણુત્વની અપેક્ષાએ નિત્ય છે; અને એના પલટાતા રસ, ગંધાદિની અપેક્ષાએ અનિત્ય છે.
(૨) અરૂપી દ્રવ્ય : ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશ અને કાળી એ અરૂપી દ્રવ્યો છે. તેમાંના પ્રથમ ત્રણના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ત્રણ ભાગ ગણતાં તેમની કુલ સંખ્યા દશ થાય.
- ૧. જૈન દર્શનમાં જ જુદા અર્થ માં સ્વીકારાતાં એ દ્રવ્યોની સમજ માટે જુઓ પા. ૧૬૯, ટિ. નં. ૩.
૨. મૂળમાં “અદ્દા સમય’ શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org