________________
૨૨૬ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ
જીવ કર્મ પરમાણુઓ ગ્રહણ કરે છે, તે વખતે જ તેઓમાં નીચેના ચાર અંશેનું નિર્માણ થાય છે : (૧) જ્ઞાનને આવૃત્ત કરવાનો, કે દર્શન અટકાવવાનું કે સુખદુઃખ અનુભવાવવા વગેરે સ્વભાવ. તેને “પ્રકૃતિબંધ’ કહે છે. (૨) તે સ્વભાવથી અમુક વખત સુધી ચુત ન થવાની કાલમર્યાદા. તેને “સ્થિતિબંધ' કહે છે. (૩) સ્વભાવનું નિર્માણ થવા સાથે જ તેમાં તીવ્રતા મદતા આદિપણે ફલાનુભવ કરાવનારી વિશેષતાઓ બંધાય છે, તેને “અનુભાવબંધ' કહે છે. (૪) અને સ્વભાવ દીઠ તે પરમાણુઓ અમુક અમુક પરિમાણમાં વહેચાઈ જાય છે, તે પરિમાણવિભાગને “પ્રદેશબંધ'
“આ ચારમાંથી પહેલો અને છેલ્લે યોગ (પ્રવૃત્તિ) ની તરતમતાને આભારી છે; અને બીજો તથા ત્રીજે કષાય (રાગદ્વેષ)ની તરતમતાને આભારી છે.”
પ્રકૃતિબંધ આઠ પ્રકારનો છે. તે આ પ્રમાણે ૧૯ જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મેહનીય ૫. આયુષ, ૬. નામ, ૭. શેત્ર, ૮, અંતરાય. [૧-૩]
૧. જ્ઞાનાવરણુય : વસ્તુમાત્રને પ્રથમ દર્શને “સામાન્ય બંધ થાય છે; અને પછી “ વિશેષ બોધ' થાય છે. વિશેષ બેધ એટલે જ્ઞાન; અને સામાન્ય બોધ એટલે દર્શન તે વિશેષ ધરૂપી જ્ઞાનને આવરનાર – ન પ્રગટ થવા દેનાર કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય. જ્ઞાનના પાંચ પ્રકારે અનુસાર તેના મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય,.
૧. જુઓ પા. ૧૬૮, ટિ. નં. ૧. વધુ વિસ્તાર માટે જુઓ આ માળાનું “આચારધર્મ' પુસ્તક પા. ૧૮૪-૬. જ્ઞાનાવરણચકર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org